Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કોરોના મહામારી ઉપર કાબુ મેળવવાના પ્રયાસરૂપે લોક-અનલોકના ૪ મહિના પૂર્ણ

વાંકાનેર તા. ર૪ :.. ચાર માસ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મુખેથી ર૩ માર્ચે જાહેરાત કરાઇ હતી કે આવતીકાલથી એટલે કે ર૪ માર્ચથી દેશભરમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ થશે.

એ પછી ક્રમાનુસાર લોકડાઉન વન-ટુ-થ્રી-ફોર સુધી રહ્યા બાદ આર્થિક રાહતો રૂપે અનલોક વન બાદ અનલોક-ટૂ હાલ યથાવત છે.

કોરોના કહેરને કાબુમાં લેવાના પ્રયાસ રૂપે વિતેલા ચાર માસ દરમ્યાન ઘણી બધી કાર્યવાહીઓથી માંડી કંઇક પ્રકારની ગાઇડ લાઇન્સ અમલમાં મુકાઇ જો કે ફળ સ્વરૂપે કોરોના નો કહેર તો વધતો જ ગયો છે. દેશમાં કોરોનાથી સંક્રમીત કેસોનો આંકડો હવે સાડા બાર લાખને આંબવા આગળ ધપી રહયો છે અને બિહામણા સ્વરૂપે મૃતાંક પણ ત્રણ હજારને પાર કરવા પર છે. ત્યારે કોરોના પર કાબુ પામવા જે જે પ્રયાસો થયા થઇ રહ્યા છે શું તે ખામી યુકત છે ? આર્થિક સ્થિતિ સુધારવા અનલોક રાહતરૂપે સોશ્યલ ડિસ્ટન્સ-માસ્ક તથા મહાનગરોમાંથી આવતી વ્યકિતઓને કવોરન્ટાઇનને હળવુ કરાયુ તે જવાબદાર છે ? કે પછી લોકો જ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક ધારણ કરવામાં બેદરકાર છે ? તે બાબત જવાબદાર છે?

એ ખરૂ કે કોરોના પર કાબુ મેળવવા વિતેલા ચાર માસના પ્રયાસોનો ટોટલ સરવાળો એ નિકળે છે કે કોરોના નબળો પડવાને બદલે બળુકો બની ચૂકયો છે. આ નકારી ન શકાય તેવી વાસ્તવિકતા છે.

(11:34 am IST)