Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કોડીનારના શિંગોડા ડેમ ઓવરફલો ૧ દરવાજો ૦.૦૭૫ મીટર ખોલ્યોઃ નદી કાંઠાના ૧૫ ગામોને સાવચેત રહેવા સુચના

કોડીનાર તા.૨૪:કોડીનાર તાલુકાને પાણી પુરુ પાડતા તાલુકાના જીવાદોરી સમાન શિંગોડા ડેમઙ્ગ આજે ૮૦% ભરાય જતા ઓવરફ્લો થતા રુલ લેવલ જાળવવા ૧ દરવાજો ૦.૦૭૫ મીટર ખોલતા તંત્ર દ્વારા શિંગોડા નદી ના કાઠે આવતા ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી જેમાં જામવાળા,કંસારીયા,દ્યાંટવડ,સુગાળા,

છાછર,કરેડા,દુદાણા,નાના ઇચવડ, રોણાજ,કોડીનાર,ચૌહાણ ની ખાણ અને મૂળદ્વારકા સહિતના ૧૫ ગામોના લોકોને સાવચેત રહેવા અને નદીના પટ માં અવર જવર ન કરવા ફ્લડ સેલ સિંચાઇ વિભાગે જાણ કરીઙ્ગ છે. શિંગોડા ડેમ સાઇટ અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાંઙ્ગ સતત વધી રહેલા પાણી થી હાલ ડેમનું લેવલ ૧૪૦.૨૩ ( ૧૭.૪૫ મી.) છે. અને જો ઊપર વાસ માં હજુ વધુ વરસાદ પડશેઙ્ગ અને વધુ પાણી ને આવક થાશે તો વધુ દરવાજા ખોલવા પડશે તેવું જાણવા મળે છે.ડેમ સાઈટ નો કુલ વરસાદ ૭૨૫ મી.મી થયો છે.

શીંગોડા ડેમ ૪૫ વર્ષ જૂની અને મહામૂલી સિંચાઈ યોજના છે.આ સિંચાઈ યોજના ની થોડા સમય પહેલાં ડેમ સેફટી રિવ્યું પેનલ ગુજરાત (DSRP) અને ડેમ રિહેબઇલેશન ઈંપ્રુવમેન્ટ પ્રોજેટક (DRIP) ની ટિમો એ મુલાકાત લીધી હતી અને ડેમ સાઈટ ના દરેક કમ્પોનેન્ટ જેવાકે માટીબંધ,સ્લીપ વે બ્રિજ ,ડેમ ના નિચાણ માં પાણી ના નિકાલ માટે પાઇલોટ કટ તથા નવા એડિશનલ સ્લીપવે કરવાની જરૂરિયાત છે તેવું જણાવેલ અને આ તમામ કામ ટૂંક સમય માં (DRIP) યોજના માં સમાવેશ કરી કામો કરવા નું અયોજન છે અને જો આ સિંચાઈ યોજના ના ને ભવિષ્યમાં ટકાવી રાખવી હશે તો આ કરવું જરૂરી છે .

પણ ખાટલે મોટી ખોટ તો ત્યાં છે કે સરકાર યોજના ઓ માટે સર્વે કરાવે છે કામો પાસ પણ કરી નાણા પણ ફાળવે છે પણ જંગલ ખાતા ની કન્નડગત ના કારણે આ ડેમ ની મારમમત માં છાસ વારે અડચણ આવતી રહે છે. હાલ જ ડેમ સાઈટ નો એપ્રોચ રોડ મંજુર થયેલ પડ્યો છે જે જંગલ ખાતા ની પરવાનગી વાંકે બન્યો નથી અને અધરતલ છે. જેને લીધે હાલ ચોમાસા ના સમય માં ડેમ પર કામ કરતા કર્મચારીઓને પહોંચવા માં અતિ મુશ્કેલીઓ પડે છે.

અત્રે ઉલ્લેખનીય છેકે જંગલ ખાતા ને પોતાના જંગલ માં ગમે તેટલી ઇમારતો કે રોડ રસ્તા બનાવવા હોય તો કોઈ પરવાનગી નહીં પણ આવી મહામૂલી સિંચાઈ યોજના કે જેનો લાભ ૩ તાલુકા ના આશરે ૩ લાખ લોકો લેય છે અને જંગલ ના વન્ય પ્રાણી ઓ માટે પણ આશીર્વાદ સ્વરૂપ છે. તેને જીવંત રાખવા માં અડચણો ઉભી કરવી તેવી મેલી મુરાદ સામે લોકો માં રોષ ની લાગણી પ્રસરી છે.(

(11:38 am IST)