Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

સુરેન્દ્રનગરનાં જુનીયર નગર નિયોજક અને નિવૃત આસી. ડ્રાફટમેન ૭ હજારની લાંચમાં ઝડપાયા

વઢવાણ, તા., ૨૪: સુરેન્દ્રનગરમાં બહુમાળી ભવનમાં આવેલી નગર નિયોજકની કચેરીમાં રાજકોટ એસીબીના સ્ટાફે નગર નિયોજક બ્રાંચ કચેરીમાં જુનીયર નગર નિયોજક વર્ગ-ર, યશ દિલીપ દવે અને નિવૃત આસી. ટાઉન ડ્રાફટમેન તુલસી ગણેશ પરમારને રૂ.૭ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે ફરીયાદીને પોતાની ખેતીની જમીનમાં મકાન બનાવવાનું હોય પ્લાન પાસ કરાવવા માટે નગર નિયોજકની કચેરીમાં અરજી આપવા ગયા હતા ત્યારે તુલસી ગણેશ પરમારે અરજી લઇ લીધી હતી અને યશ દિલીપ દવે સાથે મુલાકાત કરાવી હતી અને બન્ને શખ્સોએ ફરીયાદીને પ્લાન પાસ કરી આપવા પેટે રૂ.ે૧૨ હજારની માગણી કરી હતી અને જે તે સમયે રૂ. ૫ હજાર આપી દીધા હતા અને બાકીના રૂ.૭ હજાર બાદમાં આપવાનું નક્કી થયું હતું. આ અંગે ફરીયાદીએ રાજકોટ એસીબીમાં ફરીયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને નગર નિયોજકની ઓફીસમાં રૂ. ૭ હજારની લાંચ લેતા બન્નેને ઝડપી લેવામાં આવ્યા હતા. બન્નેને ઝડપી લેવામાં આવ્યા હતા. એસીબીએ વધુ તપાસ હાથ ધરી હતી.

(11:49 am IST)