Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ભુજ વિસ્‍તારના રૂ.૨૧ કરોડથી વધારેના રોડ રસ્‍તાના રિસર્ફેસિંગ, નાળા પુલિયાના કામોની મંજૂરી

વિધાનસભા અધ્‍યક્ષ ડો.નીમાબેન આચાર્યના પ્રયત્‍નોથી વિકાસકામો રૂપે મળી દિવાળી ભેટ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪ : વિધાનસભાના અધ્‍યક્ષ ડો.નીમાબેન આચાર્ય સતત કચ્‍છના વિવિધ વિસ્‍તારોના પ્રશ્નો સરકારમાં રજૂ કરી તેનું નિવારણ લાવે છે. તાજેતરમાં તેઓની સતત રજૂઆતના લીધે ભુજ વિસ્‍તારના રોડ રસ્‍તાના રિસર્ફેસિંગ, નાળા પુલિયાના કુલ રૂ.૨૧ કરોડથી વધુના કામો મંજૂર થયા છે. આમ દિવાળી નિમિત્તે અધ્‍યક્ષાશ્રીના પ્રયત્‍નોથી વિકાસરૂપી ભેટ ભુજ વિસ્‍તારના નાગરિકોને મળી છે.ᅠ

આ કામોમાં ભુજ તાલુકામાં નોન પ્‍લાન કક્ષાએ સુખપર ગામે સ્‍વામિનારાયણ મંદિર એપ્રોચ રોડ, દહીસરા ગામે પેદરવડી એપ્રોચ રોડ, દહીસરા ગામે મેઈન રોડથી સ્‍વામિનારાયણ મંદિર એપ્રોચ રોડ અને ઢોરી ગામે ઊંટ ઉછેર કેન્‍દ્રને જોડતા રોડનો સમાવેશ થાય છે. ઉપરોક્‍ત ચાર નોન પ્‍લાન કામ કુલ રૂ. ૧.૫ કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્‍યા છે જેની કુલ લંબાઈ ૨.૭ કિલોમીટર છે.

(10:44 am IST)