Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

વાંકાનેર તાલુકાના જાલસીકા-વસુંધરામાં રસ્‍તાનું કામ ન થાય તો મતદારો મતદાનથી વંચિત રહેશે

વાંકાનેર,તા. ૨૪ : તાલુકાના હોલમઢ (જાલસીકા) મંદિર સુધીના રસ્‍તો કાચો હોય ડામર રોડ કરવા બાબતે ત્‍યાંના સરપંચ ડી.કે.ડાંગર તથા વસુંધરા-હોલમઢ (જાલસીકા) ગામના સરપંચ સહિનાઓએ જીલ્લા પંચાયત-મોરબી, મંત્રીશ્રી માર્ગ અને મકાન વિભાગના સચિવને, વાંકાનેર-રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ આ રસ્‍તો તાત્‍કાલીક બનાવવા અંગે ભારપૂર્વક રજુઆત ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને ભલામણ કરેલ. જે રજુઆતના અનુસંધાને, મોહનભાઇ કુંડારીયા અને સરપંચની રજુઆત મુજબ, જાલસીકા-વસુંધરા ગામનો રસ્‍તો તાત્‍કાલીક ધોરણે બનાવવા અથવા આ કામના હાથ પર લેવા રાજ્‍યના માર્ગ અને મકાન મંત્રીશ્રી એ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા-વસુંધરા ગ્રામ પંચાયતના સરપંચશ્રીની રજુઆત મુજબ વસુંધરાથી જાલસીકા આશરે પાંચ કિ.મી.ના કાચા રસ્‍તાને પાકો એપ્રોચ રોડ બનાવવાની ખાસ જરૂરત હોય, આ કામ મંજુર કરી જોબ નંબર ફાળવવા, યોગ્‍ય કાર્યવાહી કરવા જણાવ્‍યું છે.
આ પાંચ કિ.મી.ના રસ્‍તાનું કામ તાત્‍કાલીક હાથ ધરવામાં નહીં આવે તો વસુંધરા અને જાલસીકા ગામના મતદારો મતદાનથી વંચિત રહેશે.

 

(11:15 am IST)