Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ભાવનગરનાં ઉમરાળામાં પત્‍નિની છેડતી કરતા પતિએ જીતેન્‍દ્ર મારૂને મોતને ઘાટ ઉતાર્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪: ભાવનગરના ઉમરાળાના યુવાનની ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દિધાનો બનાવ બનવા પામ્‍યો છે.
ખૂનના આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે રહેતા બધાભાઈ રત્‍નાભાઇ મારૂᅠ એ ઉમરાળા પોલીસ સ્‍ટેશનમાં માં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે તેના પુત્ર જીતેન્‍દ્ર બધાભાઈ મારૂ ઉં.વ. ૩૭ આજ ગામે રહેતા મનસુખભાઈ ભાણજીભાઈ ડાભીના પત્‍ની સાથે ગેરવર્તનુક અને છેડતીનો પ્રયાસ કરતો હોવાની માહિતી પતિ મનસુખભાઈ ભાણજીભાઈ ડાભીને મળતા મનસુખભાઈ એ ઉમરાળાના કેરીયા રોડ પાસે આવેલી વાડીમાં સમજાવવા માટે જીતેન્‍દ્રભાઈને બોલાવ્‍યો હતો .દરમ્‍યાનમાં આ બોલાચાલી ઉગ્ર બની જતા મનસુખભાઈએ ઉશ્‍કેરાઈને વાડીમાં રાખવામાં આવેલ લૂંગી વડે જીતેન્‍દ્રભાઈને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઘટનાની જાણ થતા જᅠ ઉમરાળા પોલીસ સ્‍થળ દોડી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી.

 

(11:19 am IST)