Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

પૂર્વ મંત્રી જશાભાઇ બારડ દ્વારા સુત્રાપાડા ખાતે બુધવારે નવા વર્ષનો સ્‍નેહમિલનનો કાર્યક્રમ

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા,તા. ૨૪ : સુત્રાપાડાના વતની અને ગુજરાત રાજ્‍યનાં પૂર્વ કેબીનેટ મંત્રી જશાભાઇ બારડ દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે સ્‍નેહમિલનનું કાર્યક્રમ સુત્રાપાડા નિવાસ સ્‍થાને ઉજવવામાં આવે છે જે પરંપરા વર્ષોથી શરૂ હોય દર વરસે યોજાતા આ કાર્યક્રમમાં ૧૦ થી ૧૫  હજાર લોકો તેઓને નવા વર્ષની શુભકામના આપવા માટે આવે છે. જેમાં ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના તમામ જ્ઞાતી અને પક્ષના આગેવાનો વેરાવળ સુત્રાપાડા તાલાલા વેરાવળ સુત્રાપાડા તાલાલા શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો બહોળા પ્રમાણમાં તેઓને નવ વર્ષની શુભેચ્‍છા પાઠવવા આવે છે. વર્ષ ૧૯૮૮થી તેઓની નવ વર્ષ સ્‍નેહ મિલનની આ પરંપરા રહેલ છે. જેમાં તેઓ સરપંચ બનવાની સાથે સામાજિક સેવાઓ સાથે કાર્યરત થયેલ ત્‍યારબાદ પાંચ વખત ધારાસભ્‍ય બનેલ અને કેબીનેટ મિનિસ્‍ટરના પદ સુધી તેઓએ અવિરત સેવા બજાવેલ છે. તે સમયથી તેઓની દર વર્ષે સ્‍નેહમિલન અને સમૂહ જમણવારની પરંપરા જાળવી રાખેલ છે જે આ વર્ષે પણ અવિરત ચાલુ છુ. સામાજિક સાથે સાથે સહકારી અને શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓનું અનેરૂં યોગદાન છે. સુત્રાપાડા જેવા ગ્રામ્‍ય વિસ્‍તારમાં આજે જૂનાગઢ વેરાવળ અને જૂનાગઢ જેવા જિલ્લા મથકોમાં ના હોય તેવા શૈક્ષણિક અભ્‍યાસ આજે સુત્રાપાડામાં જશાભાઇ બારડના અથાક પ્રયત્‍નો થકી શકય બન્‍યા છે. જેમાં ઇંગ્‍લિશ અને ગુજરાતી માધ્‍યમમાં પ્રાઇમરી થી લઇને હાઇસ્‍કુલ અને કોલેજ કક્ષાના તમામા અભ્‍યાસક્રમો સુત્રાપાડામાં ડો.ભરત બારડ શૈક્ષણિક સંકૂલમાં અભ્‍યાસ કરાવવામાં આવે છે.
 દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્‍નેહમિલનનો કાર્યક્રમ જશાભાઇ બારડે પોતાના નિવાસ સ્‍થાન ‘ચામુંડા કૃપા', નગરપાલીકા કચેરીમાં બાજુમાં સુત્રાપાડા મુકામે રાખેલ છે. જેમાં તા. ૨૬/૧૦/૨૦૨૨ને બુધવારના રોજ સવારે ૮ થી ૨ વાગ્‍યા સુધી તમામ સ્‍નેહીઓ, આગેવાનો તેમજ મિત્રો, વડીલો તમામને નવ વર્ષથી શુભેચ્‍છા માટે આમંત્રણ આપવામાં આવેલ છે.
પૂર્વ મંત્રી જશાભાઇ બારડના નિવાસ સ્‍થાને સુત્રાપાડા મુકામે તારીખ ૨૬/૧૦/૨૦૨૨ને બુધવારના રોજ સવારના ૮ વાગ્‍યાથી સ્‍નેહમિલનનો કાર્યક્રમ ભોજન સાથે રાખેલ હોય તો આ સ્‍નેહમિલનના કાર્યક્રમમાં તમામ શુભેચ્‍છકોને પધારવા હાર્દિક આમંત્રણ પૂર્વ મંત્રી જશાભાઇ બારડ દ્વારા એક યાદીમાં આપવામાં આવેલ છે

 

(11:22 am IST)