Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

સૂર્યગ્રહણને લીધે પાંચને બદલે છ દિવસનું દીપાવલી પર્વ ઉજવાશે

દિવાળી સાંજે ૬ વાગ્યા પછી ઉજવાશેઃ ૨૫મીએ સૂર્યગ્રહણને કારણે ૨૩મીએ ધન્વંન્તરી પૂજન

પોરબંદરઃ વિક્રમ સવંત ૨૦૭૮ના આ વખતે દીપપર્વના પહેલા દિવસ એટલેકે કૃષ્ણ ત્રંયોદશીએ ઉજવનારી ધનવંતરી ૨૨(બાવીસ) અને ૨૩ (ત્રેવીસ) ઓકટોબર એમ બે દિવસ ઉજવાશે

વિતાન ભુદેવ શાસ્ત્રીઓ અને પંચાંગકર્તાના મતે ધનતેરસનું મહત્વ યમના નિમિત દીપદાનનું છે તે સાંજે પ્રદોષકાળમાં થાય છે. તેરસ પ્રદોષકાળમાં તા.૨૨મી સાંજ રહેશે. એટલે દીપદાન એટલે દીપદાન ૨૨મી થશે. જોકે ધન્વન્તરી પૂજન લક્ષ્મીપૂજન તા ૨૩મી ઓકટોબરે કરી શકાશે. પાંચ દિવસનું દિવાળી પર્વ આ વખતે કરી શકાશે. છ દિવસનું છે. ૨૫મીએ સૂર્યગ્રહણ હોય તેના કારણે કોઇ પર્વ નહીં ઉજવાય અને જો પર્વ ઉજવાશે તો ચીલાચાલુ શુક્ર સાચવશે. અત્યારથી ઉમંગ ઉત્સાહ સુસ્ત છે.

જયોતિષના મત પ્રમાણે તેરસ ૨૨મી ઓકટોબરના બપોરના ૩.૦૩ (૧૫.૩) તા.૨૩મીના સાંજના પક.૨૦મી. ૭ક.૨૦મી રહેશે.ત્યારબાદ ચતુર્દશની (કાળી ચૌદસ–રૂપ ચૌદશ) નો પ્રારંભ થશે. પંડિત–શાસ્ત્રીજીનું કહેવું છે કે ભગવાન ધન્વન્તરી (દેવોના વૈદ્ય)નો જન્મ મધ્યાહનમાં થયેલ છે. એટલે ધન્વંતરી પૂજન તા.૨૩મી ઓકટોબર થશે. વિદ્વાન શાસ્ત્રીજીઓના મતે ધનતેરસ બે દિવસ ખરીદી શુભ છે. આ દિવસે ખરીદીમાં સોનું ચાંદી વાહન, જમીન, મકાન વિગેરે સહિત ખરીદ કરી શકાશે.

દિપોત્સવીઃ સાંજના ૬(છ) વાગ્યા પછી ઉજવાશે વિદ્વાન શાસ્ત્રીઓના મતે અમાસ પ્રદોષ કાળમાં તા.૨૪મી ઓકટોબરના છે. મહાલક્ષ્મીપૂજન તા.૨૪મી રાત્રીના કરાશે ચર્તુર્દશી તા.૨૩મી ઓકટોબર સાંજના ૬ક.૨૦મી (૧૭ક ૨૦મી) શરૂ થઇ તા.૨૪મી ઓકટોબરના સાંજના ૬ વાગ્યા સુધી છે. ત્યારબાદ અમાસ શરૂ થશે. એટલેકે દિપોત્સવનું લક્ષ્મીપુજન શારદા(સરસ્વતી) પૂજન થઇ શકશે

ગોવર્ધનપૂજાઃ ગ્રહણના કારણે તા.૨૫મીએ નહી પરંતુ શાસ્ત્રોકત નિયમ વિધાન છે. અન્નકુટ દર્શન પહેલા શ્રીગોવર્ધન પૂજા સવારના શુભ મુર્હૂત કરવામાં આવે છે. ત્યારે પુષ્ટિ માર્ગીય હવેલીમાં બિરાજતા નિધી સ્વરૂપ ઠાકોરજી સન્મુખ શણગારસજી ગોવાળ ગૌશાળામાંથી ગાય લઇ આવે છે. ગીરીરાજ સ્વરૂપ હતી માટીનો ઢગલો કરી ગીરીરાજ ગોવર્ધન કૃતિ–ભાવ–પર્વત આકાર અપાય. તેમાં જંગલ ભાવ દર્શાવી વિધી વૃધી–કેળવૃક્ષનું વાવેતર કરવામાં આવે છે. શ્રીસન્મુખ–હવેલીમાં પૃષ્ટાવેલી ઠાકોરજી સન્મુખ મુખ્યાજી પુષ્ટિ વિધી પ્રમાણે–અન્નકુટ દર્શન પહેલા નિમંત્રણ કરે નૈવેદ્ય–ઘઉંગોળના લાડુ ધરાવી ગૌ–માતાને કપાસીયા આ રોગોને જે હવેલીમાં મહારાજની ગાદી હોય મહારાજ શ્રીબિરાજમાન હોય તેને ઉપરણો ઓઢાડવામાં આવે ગોવાળને પણ ઉસરી ઉપરણો ઓઢાડવામાં આવે. જયાં મહારાજ શ્રીની ગાદી ન હોય કે બિરાજમાન ન હોય તો હવેલીના વહીવટકર્તા મુખ્યાજી અગ્રણી વૈષ્ણવને ઉપરણો ઓઢાડી સન્માન કરવામાં આવે એકવાત સ્પષ્ટ છે. ગોવર્ધન પૂજા. ગો.પૂજા વગર અન્નકુટ દર્શન ઝાંખી થઇ શકે નહિ આ વર્ષે પાંચ પર્વ ધનતેરસ, રૂપચૌદશ(કાળી ચૌદશ) મહાલક્ષ્મી પૂજન શારદાપૂજન અને ભાઇબીજના તહેેવાર છ દિવસમાં પૂરા થશે. આપણા ધર્મશાસ્ત્રો પુરાણોમાં ભાઇબીજને યમદ્વિતીયાની ઉજવણી યમરાજ યમુનાજી ભાઇબહેન છે. અને યમરાજે પોતાની બેનને વરદાન આપેલ છે હુ આ દિને જે મૃત્યુ પામશે. તેમના નહી પરંતુ મોક્ષ પામશે. યમરાજ ભાઇબીજ દિવસે બેનના આમંત્રણથી જમવા ગયેલ ત્યારે જમી (પ્રસાદ લઇ)ને આ વરદાન યમુનાજીને આપેલ છે. જેથી ભાઇબીજ યમદ્વિતીયા તરીકે ઓળખાય છે.

દીપોત્સવી ઉત્સવ વાઘબારસ આસોવદ ૧૨થી ઉજવાય શ્રીમદ ભાગવત પુરાણમાં તેમજ અન્ય શાસ્ત્રોકતમાં દર્શાવેલ છે. કાંઇ ક્ષતિ રહી ગયેલ વાંચકો દર ગુજજર કરે હરિવિષ્ણુ દેવઉઠી અગીયાર કારતક સુદ ૧૧ તુલસીવિવાહ ચોમાસું પૂર્ણ થતા પાતાળ લોકમાંથી શ્રીવિષ્ણુ ક્ષીરસાગર વૈકુઠવાશી પધારે છે. ત્યારબાદ દેવાધિદેવ મહાદેવ સાડાચાર માસ મહાદેવ પાતાળલોકમાં બિરાજની રક્ષા કરે છે.  (સંકલન હેમેન્દ્રકુમાર પારેખ પોરબંદર)

(11:57 am IST)