Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ટંકારાના રસનાર તથા ટીંબડી ગામના ખેડૂતોને પાણી આપવા માંગણી

(હર્ષદરાય કંસારા દ્વારા)ટંકારા, તા.૨૪ : ટંકારા તાલુકાના રસનાર  ગ્રામ પંચાયતના સરપંચ વી.એન.જીવાણી તથા ટીબડી ગામના સરપંચ યુવરાજસિંહ જાડેજા તથા આગેવાનો નીતુભા જાડેજા અને સહદેવસિંહ જાડેજાએ બંગાવડી ડેમની કેનાલમાંથી બાવળિયાઓ દૂર કરી સફાઈ કામગીરી કરી રસનાર તથા ટીંબડી ગામના ખેડૂતોને સિંચાઈ માટે તાત્કાલિક પાણી આપવા નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગમાં લેખિત રજૂઆત કરેલ છે.

(12:51 pm IST)