Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ઉનામાં દિવાળીનો અભૂતપૂર્વ ઉત્‍સાહ : રાત્રે ઠેરઠેર રોશની શણગાર : ખરીદી માટે લોકો ઉમટયા

(નવીનભાઈ જોષી દ્વારા) ઉના,તા.૨૪: ઉનામાં દિપાવલી પર્વનો અભૂતપૂર્વ ઉત્‍સાહ સમગ્ર શહેરને લાઇટિંગ અને રોશની થી ઝળહળતું કરાયું -‘બજારોમાં લોકો ખરીદી માટે ઉમટી પડ્‍યા' કોરોના કાલના ત્રણ જોવા મળ્‍યો છે.

વર્ષની યાતનાઓને ભૂલીને ઉના પંથકના લોકોમાં દિવાળી પર્વને લઈને અનેરો ઉમંગ અને ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે ઉના શહેરની મુખ્‍ય બજારોમાં નાના - મોટા વાહનો પણ પસાર ન થઈ શકે તેટલી મોટી સંખ્‍યામાં શહેર અને ગ્રામ્‍યના લોકો મીઠાઈ કપડાં સહિતની ચીજ વસ્‍તુઓ ખરીદવા ઉમટી પડ્‍યા છે આ વર્ષે મોંઘવારી ના કારણે ખરીદીમાં લોકોના હાથ ટૂંકા પડ્‍યા છે અને ફટાકડાના ભાવમાં ૨૦ થી ૪૦% નો ભાવ વધારો આવ્‍યો હોવા છતાં ફટાકડા બજારમાં પણ લોકોની ખરીદીની જોવા મળી રહી છે છેલ્લા ૧૫ વર્ષથી ઉનાના નગરજનો માટે પૂર્વ ધારાસભ્‍ય દ્વારા દિપાવલી મહોત્‍સવનું અનેરૂ આયોજન કરવામાં આવી રહેલ છે જે આ વર્ષે પણ ઉના શહેરની મુખ્‍ય બજારો તથા મોટા ચોક ને લાઇટિંગ રોશની થી ઝળહળતું કરી શણગાર કરવામાં આવ્‍યો છે સોમવારે દિવાળીના દિવસે રાત્રે ઉના શહેર સમસ્‍ત વેપારી એસોસિયનના વેપારીભાઈઓ પૂર્વ ધારાસભ્‍યની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા નગરપાલિકાના સદસ્‍યો ઉના શહેરની મુખ્‍ય બજારોમાં નીકળી લોકોનું અભિવાદન જીલશે અને ત્‍યારબાદ મુખ્‍ય ટાવર ચોકમાં આતશબાજીનું પણ આયોજન કરવામાં આવેલ છે આ તકે દિપાવલી મહોત્‍સવમાં પધારવા માટે ઉના શહેર તાલુકા તથા ગીરગઢડા તાલુકાના લોકોને મુખ્‍ય આયોજક પૂર્વ ધારાસભ્‍ય દ્વારા જાહેર નિમંત્રણ એક યાદીમાં પાઠવાયેલ છે.

(12:20 pm IST)