Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

મોટી પાનેલી શાળાના બાળકોએ ફટાકડાની ધૂમ મચાવી દીપાવલી ઉત્‍સવને વધાવ્‍યો

મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીની શાળાના બાળકોએ આજે ધનતેરસના શુભ દિને સાથે મળીને ફટાકડા ની ધૂમ મચાવેલ નાના બાળકો એ હોંશે હોંશે નાના નાના ફટાકડા ફોડી ઉત્‍સાહ સાથે ભારે ચિચિયારીઓના નાદ કરી દીપાવલીને વધાવી હતી શાળામાં વેકેશન પડી ગયેલ હોય અત્રેની શ્રી સરસ્‍વતી ધામ શાળાના બાળકો વેકેશનના બીજા દિવસે સાથે મળી ફુલઝર વાયર પેન્‍સિલ તળતાળીયા ઝાડ જમીન ચક્કર વગેરે ફટાકડા એકીસાથે ફોડી બાળકોએ ભારે ધૂમ મચાવેલ નાના બાળકો ફટાકડા ફૂટવાનો આનંદ લઇ પોતાનો ડર પણ દૂર કર્યો હતો બાળકોની ખુશી એજ દીપાવલી નો ખરો આંનદ છે. (તસ્‍વીર-અહેવાલઃ અતુલ ચગ-મોટી પાનેલી)

(12:22 pm IST)