Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ધારીના ગોવિંદપુર પ્રા.શાળાના આચાર્ય વિદાયમાન સમારોહ

ધારી,તા.૨૪ : ગોવીંદપુર શાળાના ટીચર નીલેશભાઈ મકવાણાની યાદી જણાવે છે કે ધારી તાલુકાના ગોવીંદપુર ગામે શાળામાં ફરજ બજાવતા  હરીભાઈ દાફડા નીવળત થતા ગોર્વીદપુર શાળા પરીવાર દ્વારા વિદાયમાન સમારોહનુ તા.૧૯/૧૦/ર૦રર ના રોજ આયોજન કરવામાં આવે  હતું.

જેમાં પંચાયત ધારીના ન્‍યાય સમીતી તા.પં ના ચેરમેન સરવૈયા,  સરપંચ  ઉદયભાઈ ઢોલા,   તા.પં. ધારીના પૂર્વ ન્‍યાયસમીતીના ચેરમેન પરમાર,  તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ અને ભાજપ અગણી  બિચ્‍છુભાઈ માલા, સી.આર.સી દલખાણીયા,  હાલના તાલુકા પ્રા. શિક્ષક્‍સંધના પ્રમુખ અને મહામંત્રી તેમજ ગ્રામજનો અને શાળા પરીવાર હાજર રહયા હતા.

 ઉપસ્‍થિત આગેવાનોએ નીવળત થતા હરીભાઈ દાફડાની વર્ષે સુધીની શિક્ષણમાં સેવાઓને બિરદાવી સુભેચ્‍છાઓ સહ અભીનંદન પાઠવવામાં આવેલ. નીલેશભાઈ મકવાણાએ કાર્યક્રમનુ સફળ સંચાલન કર્યુ હતુ અને શાળા પરીવાર સાથે શિક્ષક ભાઈ બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(12:35 pm IST)