Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

અમરેલીના દેવરાજીયામાં મારમાર્યો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૪ : અમરેલી તાલુકાના દેવરાજીયા ગામે સોનલબેન સાસરે હોય તેમણે તેના ભાઇ વડીયાના તોરી ગામે રહેતા કલ્‍પેશભાઇ ખીમજીભાઇ રાઠોડને ફોન કરીને જણાવેલ કે મારા પતિ મારા ઉપર ખોટી શંકા અને વહેમ કરીને મારકૂટ કરે છે જેથી કલ્‍પેશભાઇ દેવરાજીયા ગામે આવીને તેના બનેવીને ઠપકો આપતા સારૂ નહિ લાગતા મનીષ માનસુરભાઇ દાફડા, ધવલ માનસુરભાઇ દાફડાએ ભાઇ બહેન ઉપર લાકડી અને ઢીકાપાટુ વડે મારમાર્યાની અમરેલી રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અમરેલી બ્રાહ્મણ સોસાયટી આંગણ એપાર્ટમેન્‍ટ નજીક નીકીલ કુમાર નકછેદભાઇ પ્રજાપતિ (ઉવ.૧૫) બપોરના  ચારેય વાગે સાઇકલ લઇને બ્રાહ્મણ સોસાયટીમાં આંટો મારવા ગયેલ ત્‍યારે ટ્રક  નં. જીજે૧૬ટી૮૪૦૨ ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સાઇકલને હડફેટે લેતા નીચે પડી જતા માથા ઉપર ટ્રકનું વ્‍હીલ ફરી વળતા મોત નિપજાવી નાસી ગયાની રામ હરીશભાઇ સંતરામભાઇ પ્રજાપતિએ અમરેલી સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બગસરા તાલુકાના કટારાના ઢોર પાસે આવેલ હનુમાનજીના મંદિર નજીક જુની હળીયાદ ગામે અમરેલી એલસીબીના પો.કોન્‍સ. ઉદયભાઇ મેણીયાએ સાત બોટલ ઇગ્‍લિંશ રૂા. ૨૨૦૫, ફોરવ્‍હીલ રૂા. ૧,૫૦,૦૦૦ મળી કુલ રૂા. ૧,૫૨,૨૦૫નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. રેઇડ દરમિયાન કપિલ મજબુતભાઇ જેબલીયા રહે. બગસરા તેમજ એક અજાણ્‍યો શખ્‍સ મુદ્દામાલ અને ફોરવ્‍હીલ મુકી નાસી છૂટ્‍યા હતા.

બગસરા તાલુકાના જામકા ગામે રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી માણેકવાડા તા. હળવદના નવગણ ધરમશીભાઇ કટુણીયા ભગાડી ગયાની સગીરાના પિતાએ બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

(4:41 pm IST)