Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

મોરબીમાં કાલથી ૨૬ સુધી કાલીપુજા મહાઉત્‍સવનું ભવ્‍ય આયોજન

જય મહાકાલી પુજા કમીટી દ્વારા પૂજા અર્ચના, ચંડીપાઠ, પુષ્‍પાંજલી, મહાઆરતી, મહાપ્રસાદ, ઢોલ અને સિંદુર ખેલાને અંતે વિર્સજન કરશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા ૨૪ : મોરબીમાં દરબારગઢ ચોકમાં તા.૨૪થી તા.૨૬ ઓક્‍ટોબર સુધી કાલીપુજા કમીટી મેમ્‍બર્સ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર કાલીપુજા મહાઉત્‍સવનું શાનદાર અને ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેના મુખ્‍ય કમીટી મેમ્‍બર્સ લાલુદાસભાઈ, બાબુભાઈ, સદાનંદભાઈ, અશોકભાઈ, નિર્મલભાઈ, બબલુભાઈ, અજીતભાઈ, પિન્‍ટુભાઈ, ગોપીભાઈ દ્વારા કાલીપુજાના જાજરમાન પંડાલ નાખવામાં આવેલ છે.

કાલીપુજા સંપુર્ણ દેશમાં પણ ધામઘુમથી ઉજવવામાં આવે છે ત્રણ દિવસ ચાલતા આ ઉત્‍સવમાં સ્‍થાપના,માં કાલીપુજા અર્ચના,ચંડી પાઠ, પુષ્‍પાજંલી, મહા આરતી, મહા-સાદ, ઢોલ અને સિંદુર ખેલા અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે. અને તા.૨૬ના દિવસે કાલીપુજાનું ભવ્‍ય વિર્સજન કરવામાં આવે છે.

ભારતની મહાન સંસ્‍કળતી અને બંગાલની પરંપરાનું સમન્‍વય થાય છે કાલીપુજા પંડાલમાં અનુષ્ઠાન,પુજન, અર્ચન, મહા આરતી અને સ્‍મળતી કરવામાં આવે છે. માં કાલીએ રકતબીજ, ધુમ્રલોચન સહીત અનેક અસુરોનું સંહાર કર્યો છે જેના અનુસંધાનમાં કાલીપુજાનું આયોજન કરવામાં આવ્‍યું છે.તો આ અવસરનો લાભ લેવા તમામ જનતાને ભાવભર્યુ આમંત્રણ છે.

(1:59 pm IST)