Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

સાવરકુંડલા : સુરત શહેર આચાર્ય સંઘમાં પ્રમુખના ઐતિહાસિક વિજય સાથે નવ નિયુકત ટીમની વરણી

 (ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૨૪ : સુરત શહેર આચાર્ય સંઘની સંગઠન શકિતના પ્રભાવ પ્રમુખપદની ચૂંટણીમાં શ્રીમતી ડો. રીટાબેન ફૂલવાળાનો એકતરફી ઐતિહાસિક વિજય...!!! નવનિયુકત અધ્યક્ષ  કિશોરકુમાર જાની, - પ્રમુખ શ્રીમતી ડો. રીટાબેન ફુલવાલા અને મહામંત્રી શ્રી વિમલભાઈ ચુડાસમાના કુશળ નેતૃત્વ સાથેની તમામ કારોબારી સભ્યોની ઉત્તમ જહેમતના પરિણામે હરીફ ઉમેદવાર શ્રીમતી અનિષાબેન મહીડાને માત્ર ૦૯ મત મળતા, કારમી હાર સાથે વિજેતા ઉમેદવાર શ્રીમતી ડો. રીટાબેન ફૂલવાલાનો ૭૨ મતે ભવ્ય વિજય થયેલ છે. છેલ્લા કેટલાક સમયથી ચાલતી ગતિવિધિઓનો સુખદ અંત આવતા સુરત શહેરના શિક્ષણ જગતમાં અને સર્વે આચાર્ય મિત્રોમાં દિવાળીની ખુશીઓમાં અનેકગણો વધારો થયેલ છે.

 આચાર્ય સંઘની મળેલી કારોબારી સભામાં નવનિયુકત હોદ્દેદાર ટીમની વરણી કરી જાહેરાત કરેલ છે.

 અધ્યક્ષ  કિશોરકુમાર જાની, પ્રમુખ ડો. રીટાબેન ફુલવાલા, મહામંત્રી  વિમલભાઈ ચુડાસમા, ઉપપ્રમુખ  સી.ડી. પટેલ અને   જયેશભાઈ જોષી, સહમંત્રી  વિજયકુમાર બારોટ,  સુરેન્દ્રકુમાર વાડીલે અને   ફુલચંદભાઈ પટેલ, સંગઠન મંત્રી  બિનીતાબેન ત્રિવેદી,   ભરતભાઈ મકવાણા અને શ્રીમતી નીતિજ્ઞાબેન પરમાર, શૈક્ષણિક મંત્રી  વિજયભાઈ પટેલ, કોષાધ્યક્ષ સુનિલકુમાર જાધવ અને ડૉ.હિમાંશુભાઈ પારેખ, કલ્યાણનિધિ કન્વીનર  પિન્કીબેન માળી, અન્વેષક અર્જુનસિંહ પરમાર, સારસ્વત મંત્રી પ્રશાંતભાઈ ઠાકરે અને શ્રી હિતેશભાઈ ભટ્ટ, મહિલા કન્વીનર તૃપ્તિબેન પટેલ, મીડિયાસેલ કન્વીનર સુનિલકુમાર જાધવ અને શ્રી નિલેશભાઇ જોષીની આગામી બે વર્ષની ટર્મ માટે નિયુકિત થતા ગુજરાત ભરમાં આનંદની લહેર સાથે ચોમેરથી અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.

(2:03 pm IST)