Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

કલ્યાણપુરમાં પિતા-પુત્રને માર મારીને મારી નાખવાની ધમકી આપતા મહિલાઓ સહિત સાત સામે ફરિયાદ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા.૨૪ :  કલ્યાણપુર તાલુકાના સુર્યાવદર ગામે રહેતા દેશુરભાઈ ભીમાભાઈ વારોતરીયા નામના ૩૨ વર્ષના આહિર યુવાનને આ જ વિસ્તારમાં રહેતા માલદેભાઈ કરસનભાઈ વારોતરીયાનું પાળીતું કૂતરું કરડી જતા ફરિયાદી દેશુરભાઈ વારોતરીયાએ આરોપી માલદેભાઈ કરસનભાઈ વારોતરીયાને કૂતરું સાચવવાનું કહેતા આ બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં માલદિભાઈ કરસનભાઈ સાથે જયેશભાઈ માલદેભાઈ વારોતરીયા, રાજીબેન માલદેભાઈ વારોતરીયા, લીરીબેન માલદેભાઈ વારોતારીયા, શોભનાબેન માલદેભાઈ વારોતરીયા, મુરુભાઈ કરસનભાઈ વારોતરીયા અને રમેશભાઈ મુરુભાઈ વારોતરીયા નામના સાત પરિવારજનોએ દાતરડા તથા લાકડી વડે હુમલો કરી ફરિયાદી દેશુરભાઈ તથા તેમના પિતા ભીમાભાઈ પર હૂમલો કરી, માર મારી, બિભત્સ ગાળો કાઢી હતી. આટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આ અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.

 કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા નિતેશભાઈ

ગગજીભાઈ અંકલેશ્વરીયાએ પોતાના નાનાભાઈ અશ્વિનભાઈની માલિકીનું રૂપિયા ૩૫ હજારની કિંમતના હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(2:17 pm IST)