Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

દેવભુમી જિલ્લામાં શિક્ષણાધિકારી તરીકે ઉત્કૃષ્ઠ કામગીરી અનેક કાર્યોમાં નંબર મેળવનાર જિ. શિ.ભાવસિંહ વાઢેરની બદલી

પાંચ વર્ષથી જિ.શિ. હતા

 (કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૪ : દેવભુમી દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારી પ્રાથમીક તથા માધ્યમીક શ્રી ભાવસિંહ વાઢેરની બદલી જુનાગઢ ખાતે થઇ છે.

છેલ્લા પાંચ વર્ષથી પ્રાથમીક જિ. શિ. તરીકે તથા અઢી વર્ષથી તેઓ પ્રાથમીક સાથે માધયમીક પણ જિ. શિ. હતા.

અનેક શિક્ષણની બાબતોની કામગીરીઓમાં રાજયમાં પ્રથમ નંબરે દ્વારકા જિલ્લાને સ્થાન અપાવનાર બે વર્ષથી એક પણ ગેરરીતિ વગર બોર્ડની પરીક્ષાઓ ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશમાં નંબર પ્રાથમીક શાળામાં ધો.૧ થી પ તથા ધો.૬ થી ૮માં શિક્ષક ભરતી માધ્યમીક તથા ઉ.મા. માં ભરતી તથા સરકારી શાળાઓમાં ભરતી કાર્યવાહી  સફળ અને વિવાદ વગર કરનાર તથા દ્વારકા જિલ્લાના વર્ષો જુના ૬પ લાખના જી.પી.એફ.ના ચેક ગુમ પ્રકરણમાં સફળ નિકાલ, જી.પી.એફ.ખાતા ચાલુ કરવામાં કામગીરી કરનાર તથા ડ્રોપ આઉટ રેશીયો રર-ર૩ના વર્ષમાં જાણ કરવાની સિધ્ધી મેળવનાર જિ. શિ. ભાવસિંહ વાઢેર દ્વારા દ્વારકા જિલલાના શિક્ષણક્ષેત્રે ખુબ જ સુંદર રીતે કામગીરી કરવામાં આવી હતી તથા નિયમીત રીતે શાળાઓની મુલાકાતો લઇ માર્ગદર્શન પણ અપાયુ હતુ.

(2:20 pm IST)