Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

લોધીકામાં વિજ્ઞાન જાથા દ્વારા કાળીચૌદશની ગેર માન્‍યતાઓનું ખંડન કરતો કાર્યક્રમ

રાજકોટઃ ભારત જનવિજ્ઞાન જાથા દ્વારા રાજયના ૧૦૧૦ નાનામોટા નગરોમાં કાળીચૌદશની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. પરિવારોએ ઠેરઠેર સ્‍મશાનની મુલાકાત  કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવ્‍યા હતા. સ્‍મશાનમાં લોકોએ ભજીયા પાર્ટી,સત્‍સંગ, ધૂન, ભજન, મેલીવિદ્યાને જાકારો, નનામી ઉપર ચા બનાવવી, અગ્નિદાહ આપવો, ભૂત-પ્રેતને ભગાડવા, કકડાટના વડા સ્‍મશાનના ખાટલે આરોગવા, મશાલ-ભુતપ્રેતનું સરઘસ વિગેરે અવનવા કાર્યક્રમોથી ભારત જન વિજ્ઞાન જાથાની લોકચળવળને સફળતા મળી હતી. રાજયના મોટાભાગના નગરોમાં ચાર ચોકમાં કકડાટ કાઢવાના રિવાજને તિલાંજલિ આપવામાં આવી હતી. લોધિકામાં રાજયકક્ષાના કાર્યક્રમમાં માનવ મહેરામણ ઉમટી પડી હતી. ગ્રામજનોએ મોડી રાત સુધી  જાથાનો  કાર્યક્રમ માણ્‍યો હતો. રાજયકક્ષાના આ કાર્યક્રમમાં લોધિકા ડેરી નાકા ચોકમાં ગ્રામજનો એકત્ર થઇ ભુત-પ્રેત, મશાલ સરઘસ, મેલીવિદ્યાની નનામીને પાટુ મારી અગ્નિદાહ,વિજ્ઞાનના સુત્રોચ્‍ચાર, વિજ્ઞાન રેલીએ જબરૂ આકર્ષણ ઉભું કર્યુ હતું. તેમાં શાંતિવન ટ્રસ્‍ટના હોદ્દેદારો દામજીભાઇ પાંભર, કિશોરભાઇ વસોયા, સરપંચ સુધાબેન વસોયા, ઉપસરપંચ દિલીપભાઇ મારકણા, ઉપપ્રમુખ ચંદુભાઇ ઘેટીયા,  અશ્વિનભાઇ મિષાી, હરેશભાઇ સખીયા, ભરતભાઇ રાવલ, મુકેશભાઇ વસોયા, ધવલભાઇ વેકરીયા, મેહુલભાઇ સાકરીયા,  રાજુભાઇ વસોયા, જીતુભાઇ સાકરીયા, પારસભાઇ શિંગાળા, અરવિંદભાઇ હરસોડા, કમલેશ કમાણી, ચીનોભાઇ વેકરીયા, દિલીપભાઇ મારકણા, અશ્વિનભાઇ ઝાલાવડીયા, દિપકભાઇ રૈયાણી, વિજયભાઇ રાંક, સુધીરભાઇ સાકરીયા, કેયુરભાઇ કમાણી, કૌશિકભાઇ  રૈયાણી, હિતેશભાઇ સાકરીયા, સાવનભાઇ સોરઠીયા, ધ્રુવીશ કમાણી, કેવલભાઇ કમાણી, દિલીપભાઇ વેકરીયા, વિજયભાઇ પારખીયા, જય વસોયા સહિત અનેક  સમાજસેવકો, આગેવાનો, યુવાનો, મહિલાઓ જોડાઇને કહેવાતી મેલીીવદ્યા અંધશ્રધ્‍ધાને જાકારો આપી, સ્‍મશાનના ખાટલે બનાવેલી ચા ની ચુશ્‍કી લગાવી હતી. ભૂત-પ્રેતના સરઘસે  લોકોમાં જબરૂ આપી, સ્‍મશાનના ખાટલે બનાવેલી ચા ની  ચુશ્‍કી લગાવી હતી. ભૂત-પ્રેતના સરઘસે લોકોમાં જબરૂ આકર્ષણ ઉભું કર્યુ હતું. નાના  બાળકોથી માંડી યુવાન, સિનીયર સિટીઝનો જોડાયા હતા. વિજ્ઞાન આવે ભુત ભાગે, ભુત ભુવાને ડાકલા ત્રણેય તુતેતુતના નારા ગામમાં ગુંજયા હતા. લોધિકા પોલીસ ખડે પગે રહીને વ્‍યવસ્‍થા સંભાળી હતી.
 જાથાના અંકલેશ ગોહિલ, વિનોદ વામજા, અમિત ગોસ્‍વામી, ગુલાબસિંહ ચૌહાણ, દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, અશ્વિન કુંગશીયા, પ્રકાશ ગોહિલ, ભકિતબેન રાજગોર, ભાનુબેન ગોહિલ, ચંદ્રિકા ચંદ્રપાલ, રવિ પરબતાણી, નાથાભાઇ પીપળીયા,નિર્ભય જોશી, રાપરના પિન્‍ટુ વાઘેલા, શિવજી કાનાભાઇ, હુસેનભાઇ ખલીફા, ઉપરાંત રાજય, પ્રાદેશિક શાખા, ૧૪ શાખાઓના હોદ્દેદારોએ જાગૃતિ કાર્યક્રમોમાં ભાગ લઇ સફળતા અપાવી હતી.જાથાનો ૩૦ વર્ષથી યોજાતો રાજ્‍યવ્‍યાપી કાર્યક્રમ સફળતાથી સંપન્ન થયો હતો. વિજ્ઞાનથી માનવજાતને ફાયદાઓ બતાવી સમજ કેળવવામાં સર્વાંગી  લાભપ્રદ સાબિત થયો હતો. રાજયમાં રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, ગિર સોમનાથ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્‍દ્રનગર, મોરબી, ભૂજ-કચ્‍છ, જામનગર, દેવભૂમિ  દ્વારકા, પોરબંદર, ગાંધીનગર, અનેક જિલ્લાના તાલુકા- ગ્રામ્‍ય પંથકમાં સ્‍મશાનના કાર્યક્રમો યોજાયા હતા.

 

(4:18 pm IST)