Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

કમીજલા સ્થિત ભાણ સાહેબની જગ્યામાં નળકાંઠા વિસ્તારના ૩૨ ગામોના ૫૩ મહિલા મંડળોને તેડાવીને રામધૂનનું આયોજન તથા મહિલા સંમેલન યોજવામાં આવ્યું

--નળકાંઠા વિસ્તારની સમૃદ્ધિ માટે દિવાળીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી : હાર્દિક પટેલ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ :  સામાજિક જીવન હોય કે રાજકીય જીવન દરેક રસ્તે એક ધ્યેય સમાન હોય છે અને તે જનતાની સુખાકારી, સમૃદ્ધિ અને આરોગ્યમય જીવન. મારા વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારની સુખાકારી, સમૃદ્ધિ અને આરોગ્યમય જીવનની પ્રાર્થના માટે આજે કમીજલા સ્થિત ભાણ સાહેબની જગ્યામાં નળકાંઠા વિસ્તારના ૩૨ ગામોના ૫૩ મહિલા મંડળોને તેડાવીને રામધૂન નું આયોજન તથા મહિલા સંમેલન યોજવામાં આવ્યું. નળકાંઠા વિસ્તારની સમૃદ્ધિ માટે દિવાળીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામને પ્રાર્થના કરી હતી તેમ ભાજપના યુવા નેતા હાર્દિક પટેલે જણાવ્યું હતું. (તસવીર : રસીક કોળી - રૂપાવટી

(6:34 pm IST)