Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

વેરાવળ તાલુકાના મેઘપૂર ગામે એક કરોડ અને પચાસ લાખના વાડી વિસ્તારના કામોના ખાત મુહુર્ત કરતા જીલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન બચુભાઈ વાજા

પ્રભાસ પાટણ :ગીર સોમનાથ જીલ્લાના વિશ્વાસ થી વિકાસ યાત્રામાં વિકાસકાર્યોમાં વેરાવળ તાલુકાના મેઘપૂર ગામે વાડી વિસ્તારના જોડતા ૩ રસ્તાઓનું ૧ કરોડ ૫૦ લાખ રૂપિયાનું  ખાતમુહૂર્ત કર્યું.અને ૧૫ લાખ રૂપિયાના રોડ રસ્તાનું લોકાર્પણ કર્યું હતું

 પ્રસંગે,જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રામીબેન બચુભાઈ વાજા,ગીર સોમનાથ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ બચુભાઈ વાજા, મેઘપુર ગામના આગેવાન પુંજાભાઈ વાજા (માજી સરપંચ), ચિનાભાઈ વાજા, માંડાભાઈ કાનાભાઈ, પરબતભાઇ ભોળા, કાનાભાઈ સરમણભાઈ, રણશીભાઈ, ડાયભાઈ વાજા, કાળાભાઈ વાળા, બચુભાઈ વાજા,કાનાભાઈ ચુડાસમા,જેસાભાઈ બારડ, નાનજીભાઈ વાજા(માજી સરપંચ), પંપણીયા હિતેશભાઇ,પુંજાભાઈ જેઠવા,લાખાભાઇ વાળા માલાભાઈ વાજા તેમજ ,હોદેદારો, આગેવાનો,અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા .

(12:15 am IST)