Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

મોરબીમાં પાટીદાર સમાજ માં ઘડિયાં લગ્ન યોજાયા : ડૉ. દીપ તથા ડૉ. પ્રિયાંશી લગ્નગ્રંથીથી જોડાયા

શ્રીફળ વિધિના દિવસે જ બપોર પછી આગેવાનોની પ્રેરણા અને બંને વેવાઈ પક્ષની સહમતીથી સાંજના સગાઈ વિધિ પછી ઘડિયા લગ્ન યોજાયેલ

ટંકારા ના મેડિકલ ઓફિસર ડો. વાસુદેવભાઈ બેચરભાઈ ચીખલીયા (મોરબી ) ના સુપુત્ર ડો. દીપ (M. D.Medicine ની સગાઈ રાજેશભાઈ કાનાણી  બાદનપર વાળા હાલ રાજકોટ ની સુપુત્રી ડો. પ્રિયાંશી (M.B.B S )સાથે તારીખ 22-10-2022 શનિવાર સાંજે યોજાયેલ .

શ્રીફળ વિધિના દિવસે જ બપોર પછી આગેવાનોની પ્રેરણા અને બંને વેવાઈ પક્ષની સહમતીથી ઘડિયા લગ્ન યોજવાનું નક્કી કરાયેલ. સાંજના સગાઈ વિધિ પછી ઘડિયા લગ્ન યોજાયેલ.
  મોરબી તથા રાજકોટના નામાંકિત ડોક્ટરો ,  ,ધારાસભ્ય લલિતભાઈ કગથરા દુર્લભજીભાઈ દેથરીયા સહિત જિલ્લાના સામાજિક તથા રાજકીય આગેવાનો ઘડિયા લગ્નમાં ઉપસ્થિત રહેલ.સંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયા ,મંત્રી બ્રિજેશભાઈ મેરજા તથા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવેલ.
ઘડિયા લગ્ન મોરબી જિલ્લામાં પાટીદાર સમાજમાં યોજાય છે. પરંતુ ડોક્ટર પિતાના સુપુત્ર ડો.દીપ અને ડો. પ્રિયાંશી બંને ડોક્ટર હોવા છતાં નવયુગલે આનંદ તથા ઉલ્લાસ થી ઘડિયા લગ્ન કરી  સમાજને નવો રાહ તથા પ્રેરણા આપેલ છે
ડો. વી.બી. ચીખલીયા દ્વારા દર્દીઓની સારવાર સાથે નાની મોટી સામાજિક સેવાકીય કામગીરી પણ કરાય છે. તેઓ કડવા પટેલ સમાજ દ્વારા યોજાતા  સમૂહ લગ્નના કાયમી દાતા છે. વતન મહેન્દ્રગઢમાં માતાની સ્મૃતિમાં સુંદર પ્રવેશદ્વાર બંધાવેલ છે અને રામજી મંદિરના જીર્ણોદ્ધારનું કાર્ય કરેલ છે.
  ડો. વી.બી. ચીખલીયાએ પોતાના સુપુત્ર ડો. દીપ  ના લગ્ન , સગાઈ ની સાથે ઘડિયા લગ્ન યોજી, લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચાઓ અટકાવી આ રકમ સેવા કાર્યમાં વાપરેલ છે. તેમના દ્વારા શ્રી ટંકારા પાટીદાર સમાજ ટંકારા ને ₹3 લાખ શ્રી ઉમિયા માનવ મંદિર લજાઈને 1,51,000/ ટંકારા પાંજરાપોળને 51000/ સેવા કાર્યમાં આપેલ છે. ડો. દીપના મામા તથા ટંકારાના અગ્રણી ઉદ્યોગપતિ અરવિંદભાઈ ભુરાભાઈ કણસાગરા તરફથી ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ ને રૂપિયા 5,11,000/ (પાંચ લાખ અગિયાર હજાર) અપાયેલ છે .તેને જાનૈયા, માંડવીયા તથા ઉપસ્થિત મહેમાનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી.
   કડવા પાટીદાર સમાજ તથા સમૂહ લગ્ન સમિતિના મનુભાઈ કૈલા તથા રમેશભાઈ કૈલા દ્વારા ચીખલીયા પરિવાર નું સન્માન કરાયેલ. પાટીદાર સમાજ દ્વારા યોજાયેલ ઘડિયા લગ્ન અન્ય  માટે પણ પ્રેરણાદાયી બનેલ છે 

(12:30 am IST)