Gujarati News

Gujarati News

News of Monday, 24th October 2022

ભૂજ ડેપોની એસટી બસમાં બેઠેલા 50 થી વધુ મુસાફરોનો આબાદ બચાવ :ઠાસરાના રખીયાલ પાટિયા પાસે ખાડામાં ખાબકતા અટકી

ભૂજ ડેપોની કચ્છ એક્સપ્રેસ એસ.ટી બસ દાહોદથી ઠાસરા તરફ તેજ ઝડપે પસાર થઇ રહી હતી ત્યારે તેના ચાલકે કાબુ ગુમાવી દેતા રખીયાલ ગામના પાટીયા પાસે ફૂટપાથ પરથી નીચે ઉતરી ગઇ હતી. જો કે તે વખતે ચાલકે બસ ઉપર કાબુ મેળવી લેતા મુસાફરો ભરેલી બસ ખાડામાં ખાબકતા અટકી ગઇ હતી.

તેના કારણે મોટી જાનહાનીનો બનાવ અટકી ગયો હતો અને બસમાં બેઠેલા ૫૦થી વધુ મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો.

બસમાંથી હેમખેમ ઉતરેલા મુસાફરોએ બસનું આગળનું વ્હીલ જોતાની સાથે ફફડી ઉઠયા હતાં અને એકબીજાને કહેવા લાગ્યા હતાં કે હાશ ભગવાનો આભાર માનો કે આપણે બધા મોટા અકસ્માતમાંથી ઉગરી ગયાં, તો કેટલાક મુસાફરો ડરના માર્યા રીતસરના ધ્રજતા હતાં.

(12:50 am IST)