Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ઉપલેટા નગરપાલીકા દ્વારા ર૬મી જાન્‍યુઆરીએ પંચવટી કાર્યક્રમનું આયોજન

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ૨૪ : નગરપાલીકાના પુર્વે પ્રમુખ અને સેવાભાવી ક્રિષ્‍ના ગ્રુપના પથદર્શેક અને નગરપાલીકાના વર્તેમાન લોકપ્રિય પ્રમુખ મયુરભાઇ સુવાના પિતાશ્રી સ્‍વ. ગોવિંદભાઇ સુવા ની પુશ્‍ય તિથીએ ૨૬ જાન્‍યુઆરીના રોજ સવારે ૯ વાગ્‍યે શહેરની જુદી જુદી રાજકીય સામાજીક સેવાકીય અને ધાર્મિક ૭૨ જેટલી સંસ્‍થાઓના સહયોગથી મહારક્‍તદાન કેમ્‍પ અને રકત તુલા અહિંની કન્‍યા શાળા ખાતે યોજાયેલ છે તેમજ બપોરના ૪ વાગ્‍મે સરદાર પટેલ ટાઉન હોલ ખાતે વિશેષ પ્રતિભા સ્‍થિત મહાનુભાવો અને સોવકીય સંસ્‍થાઓનું સન્‍માન સહીતના પંચવટી કાર્યેકમનું આયોજન કરવામાં આવેલ છે. સફળ બનાવવા માટે નગરપતી મયુરભાઇ સુવાના માર્ગદર્શન નીચે ચીફ ઓફિરસ પી.જ. ચાવડા, સભાપતી જયંતિભાઇ ગજેરા, ઉપપ્રમુખ મંજુલાબેન માકડીયા અને ક્રિષ્‍ના ગૃપના આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહયા છે.

આ કાર્યક્રમમાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ઘડુક, ધોરાજી ઉપલેટાના ધારાસભ્‍ય મહેન્‍દ્રભાઇ પાડલીયા, પુવે સાંસદ હરીભાઈ પટેલ, પુર્વે ધારાસભય પ્રવિણભાઇ માંકડીયા સહીતના આગેવાનો ઉપસ્‍થીત રહેશે.

(11:53 am IST)