Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા જનહિતની લડાઈ શરૂ કરશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી,તા. ૨૫: આમ આદમી પાર્ટી ગુજરાતને ગત વિધાનસભા ચૂંટણીમાં ૪૧ લાખથી પણ વધુ મતો મેળવી પાંચ ધારાસભ્‍ય સાથે રાષ્ટ્રીય પાર્ટી બની ગઈ છે ત્‍યારે તાજેતરમાં સંપન્ન થયેલ વિધાનસભા ચુંટણીમાં પ્રજાએ આમ આદમી પાર્ટીને જે સહયોગ આપ્‍યો છે તેને ધ્‍યાને લઈને મોરબીમાં પાર્ટી દ્વારા જનહિતની લડાઈ શરુ કરવામાં આવશે

મોરબી ખાતે આમ આદમી પાર્ટીના હોદેદારોની મીટીંગ સર્કીટ હાઉસ ખાતે મળી હતી જેમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને કચ્‍છ મોરબી ઝોન પ્રભારી કૈલાશદાન ગઢવી, મોરબીના ઉમેદવાર પંકજભાઈ રાણસરીયા, ટંકારાના ઉમેદવાર સંજય ભટાસણા સહિતના હોદેદારો ઉપસ્‍થિત રહ્યા હતા

આ મિટિંગમાં જનતાના બંધારણીય અધિકારો, ખેડૂતના પવનચક્કી સહિતના પ્રશ્નો, જુલતાપુલ દુર્ઘટના અંગે સરકારના ખરાબ વલણની ચર્ચાઓ તેમજ ગૌચરની જમીનો પર થયેલ ગેરકાયદેસર દબાણ અંગે વિગતવાર ચર્ચાઓ કરી જનહિતમાં જરૂરી તમામ મુદ્દાઓ પર લડત શરૂ કરવા તેમજ ટૂંક સમયમાં જીલ્લાની નવી બોડી રચના કરવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્‍યું હતું.

(1:28 pm IST)