Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

કોડીનારના શેઢાયા ગામની યુવતી ઉપર દુષ્‍કર્મ

પાંચ આરોપીઓ વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાઇ

કોડીનાર,તા. ૨૫ : તાલુકાના શેઢાયા ગામની યુવતી ઉપર વીઠલપુર ગામના શખ્‍સે તેના અન્‍ય મિત્રોની મદદગારીથી દુષ્‍કર્મ ગુજાર્યાની ફરિયાદ કોડીનાર પોલીસ સ્‍ટેશન નોંધાઇ છે.

ફરિયાદમાં જણાવ્‍યા મુજબ પીડિતા ખેતરમાં કામ કરી રહી હતી ત્‍યારે ગુરૂ ઉર્ફે ધીરૂ રામ વાજા અને ભોલો ઉર્ફે હિમાંશુ રમેશ ગોઢાનીયાએ ખેતરમાં આવી યુવતીને બોલાવી વેફર ખવડાવી છરી બતાવી મારમારી ધાક ધમકી આપી મોટર સાઇકલમાં બેસાડી વીઠલપુર નદી પાસે આવેલ ઓરડીમાં લઇ જઇ ત્‍યાં હાજર રહેલ ગુરૂ ઉર્ફે ધીરૂના મિત્રો નરેશ, પરેશ અને દિનેશએ ગાળો કાઢી ગુરૂ ઉર્ફે ધીરૂ રામે યુવતીને ઓરડીમાં શરીર સંબંધ બાંધી જાનથી મારી નાખવાની ધમકી આપી વહેલી સવારે મોટર સાઇકલમાં બેસાડી કોડીનાર બસ સ્‍ટેન્‍ડ લઇ જઇ પીડિતાને બસમાં બેસાડી મોરબી ભગાડી લઇ ગયાની ફરિયાદ પીડિતાએ નોંધાવતા કોડીનાર પોલીસે ગુરૂ ઉર્ફે ધીરૂ રામ વાજા, ભોલો ઉર્ફે હિમાંશુ રમેશ ગોઢનીયા, નરેશ, પરેશ અને દિનેશ રહે. બધા વીઠલપુર વિરૂધ્‍ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:34 am IST)