Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ધોરાજીની સરકારી હોસ્‍પીટલ ખાતે દિવ્‍યાંગતાના સર્ટીફીકેટ આપતો કેમ્‍પ યોજાયો

ધોરાજી : સરકારી હોસ્‍પિટલ ખાતે રાજ્‍ય સરકાર દ્વારા દિવ્‍યાંગ લોકોને જિલ્લા કક્ષાની હોસ્‍પિટલે ધક્કા ન ખાવા પડે અને ઘર આંગણે સર્ટીઓ મળી જાય તેવા હેતુથી ધોરાજીની સરકારી હોસ્‍પિટલ ખાતે આંખ, હાડકા અને માનસિક દિવ્‍યાંગતા ધરાવતા લોકોના દિવ્‍યાંગતા અંગેના કુલ ૧૭૫ સર્ટીફીકેટ અપાયા હતા. આ તકે સરકારી હોસ્‍પિટલના અધિક્ષક ડો. જયેશભાઈ અને ડો.પુનિત વાછાણી સહિતના ડોક્‍ટરોએ સેવા બજાવી હતી. અને ભોળાભાઈ સોલંકીએ રાજ્‍ય સરકારની સેવાઓને બિરદાવી હતી. આ તકે ધોરાજીના તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્‍ટના આર કે કોયાણી અને સુરેશભાઈ વઘાસિયાએ જમવાનું પીરસી સેવાઓ બજાવી હતી

(10:42 am IST)