Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

બજેટ તદ્દન ચિલાચાલુ મોટા આંકડા બતાવતુ મોંઘવારી કાળ : જામનગર કોંગ્રેસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૫ : ગુજરાત રાજ્‍યનું વર્ષ ર૦ર૩-ર૪ નું બજેટમાં રૂપાળા આંકડાઓ મોટા મોટા વાયદાઓ અને દાવાઓની જોગવાઇના અંદાજો જ આપવામાં આવ્‍યા છે. ગત વર્ષના બજેટમાં પણ અનેક અંદાજો અને જાહેરાતો સરકારે કરી પણ પ્રજા પાછળ પૂરતા નાણા વાપરયા જ નહી.

 જે આરોગ્‍ય સેવા અને તબીબી શિક્ષણ મકત મળવા જોઇએ તેના બદલે તેનું પ્રાઇવેટાઇજેશન કરી ગરીબ અને મધ્‍યમ વર્ગને ખાનગી હોસ્‍પીટલમાં સારવાર વધુ મોંધી મળશે. બેરોજગાર યુવાનો માટે રોજગારીની કોઈ જાહેરાત કરી નથી. ખેડુત વર્ગમાં પણ નિરાથા વ્‍યાપી છે. ત્‍યારે આ બજેટ તદન ચીલા ચાલુ અમળતકાળને બદલે મોંઘવારી કાળનું મોટા આકડા બતાવતું છે.

(2:03 pm IST)