Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

મોરબી પંથકમાં લગ્નની લાલચ આપી યુવતી ઉપર દુષ્‍કર્મ : પ્રતિપાલસિંહની શોધખોળ

આરોપીના ભાઇ જયદીપસિંહે પણ પીડીતાને ગાળો આપી ફોન ન કરવા ધમકી આપી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૨૫:  મોરબીના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતી યુવતી સગીર વયની હતી ત્‍યારથી લઈને પાંચ વર્ષ સુધી લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાધનાર શખ્‍સ અને ધમકી આપનાર તેના ભાઇ સામે તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે.

મોરબીના ગ્રામ્‍ય વિસ્‍તારમાં રહેતી યુવતી એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આજથી આશરે પાંચ વર્ષ પહેલા પ્રતિપાલસિંહ મહેન્‍દ્રસિંહ ઝાલાએ તેની સાથે મિત્રતા કરી હતી. એ વખતે પીડીતા સગીર વયની હતી. મિત્રતા કર્યા બાદ પ્રતિપાલસિંહ એ લગ્નની લાલચ આપી હતી અને અવારનવાર પીડીતા સાથે શરીર સંબંધ બાંધ્‍યા હતા. બાદમાં ઉંમર ૧૮ વર્ષ થયા બાદ પણ યુવતી સાથે શરીર સંબધ બાંધી તેમજ પ્રતિપાલસિંહ ઝાલા પતિ તરીકે એક મકાનમાં રહી અવાર નવાર શરીર સંબધ બાંધી તેમજ આજથી ત્રણેક મહિના પહેલા ફરિયાદી યુવતીએ આરોપી પ્રતીપાલસિંહને લગ્ન કરવાનું કહેતા યુવતી સાથે ઝધડો કરી જતો રહ્યો હતો જયારે આ મામલે પીડીતાએ આરોપીના ભાઇ જયદીપસિંહ મહેન્‍દ્રસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો. તો તેણે પણ પીડીતાને ગાળો આપી ફોન નહીં કરવા માટે ધમકી આપી હતી.ᅠᅠજે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી બંનેની શોધખોળ હાથ ધરી છે.

(1:01 pm IST)