Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

ઇ-કોપ પોકેટ કોપ પ્રોજેકટ ક્ષેત્રે કામગીરી કરનાર જુનાગઢ પોલીસનું થયેલુ સન્‍માન

જૂનાગઢ, તા.૨૫: રેંજના ર્ંઆઈજી શ્રી મયંકસિંહ ચાવર્ડાં તથા જૂનાગઢ જિલ્લા ર્ંપોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેર્ટ્ટીં દ્વારા તમામ થાણા અમલદારશ્રીઓને પો.સ્‍ટે./કચેરી ખાતે આવતા અરજદારને શકય તે તમામ મદદ કરવા સૂચના કરેલ હોય, જૂનાગઢ શહેરમાં માહે ૧૨-૨૦૨૨ માં અરજદાર વિરેન કામલીયાનો રૂ. ૬૦,૦૦૦/- ની કિંમતનો ઘ્‍ખ્‍ફબ્‍ફ ૨૦૦૦ ડિજીટલ કેમેરા ખોવાઈ ગયેલ તેમજ અરજદાર લખમણભાઇ ભારાઈનું રૂ. ૪૧,૫૦૦/- નું રોકડ રૂપિયાનું બંડલ રસ્‍તામાં પડી ગયેલ, બંને કિસ્‍સામાં જૂનાગઢ પોલીસ દ્વારા સંવેદના દાખવી બનાવ બન્‍યો તે દિવસે જ ભેદ ઉકેલી બને અરજદારોને પોતાની ખોવાયેલ માલ મિલકત શોધી અને તે જ દિવસે પરત કરી દીધેલ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ.એમ.વાઢેર, પી.એસ.આઇ. પી.એચ.મશરૂ, પી.એસ.આઇ. એસ.કે.ગઢવી,  સહિતના પોલીસ અધિકારીઓ તેમજ સ્‍ટાફ દ્રારા જહેમત ઉઠાવી, સીસીટીવી ફુટેજ આધારે ઝીણવટ ભરી તપાસ કરી અને ર્ંપોલીસ પ્રજાનો મિત્ર છેર્,ં તે સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરેલ છે, આમ, ર્ંજૂનાગઢ પોલીસ દ્વારા સંવેદના દાખવી અને પોતાની વસ્‍તુ ગુમ થયેલ હોય તો શું પરિસ્‍થિતિ થતી હોય છે? એનો ખ્‍યાલ રાખી અને શોધવામાં મદદ કરેલ હતી.

જૂનાગઢ રેંજના આઈજી મયંક સિંહ ચાવડા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા જૂનાગઢ જિલ્લામાં ર્ંઇ ગુજકોપ પ્રોજેકટ અન્‍વયે સારી કામગીર્રીં કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની દરખાસ્‍ત ડીજીપી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ જિલ્લા પોલીસ ટીમના જૂનાગઢ એ ડિવિઝનના પી.આઇ. શ્રી એમ.એમ. વાઢેર, નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ. મશરૂ, જુ. તાલુકા પી.એસ.આઇ. એસ.એ.ગઢવીની ર્ંઇ-કોપ એવોર્ડ જાન્‍યુઆરી ૨૦૨૩ માટે પસંદર્ગીં કરવામાં આવેલ છે, જે પૈકી પી.એસ.આઇ. પી.એચ.મશરૂ ને અગાઉ માહે ૨૦૨૧ માં પણ ઇ કોપ એવોર્ડ મળેલ હતો, તેમજ વિશ્વાસ -ોજેક્‍ટ અંતર્ગત પી.એસ.આઇ. પી.એચ. મશરૂ અને તેમની સમગ્ર ટીમને ૮ વખત ડી.જી.પી  સાહેબ દ્વારા એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવેલ એમ ર્ંપી.એસ.આઇ. પી.એચ. મશરૂ ને ડી.જી.પી શ્રી દ્રારા ફકત બે વર્ષમાં ૧૦ મી વખત ગાંધીનગર ખાતે એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવેલ, જે ગુજરાત પોલીસના ઇતિહાસમાં કદાચ -થમ ઘટના હશેર્,ં આ સિદ્ધિ ગુજરાત પોલીસ અને જૂનાગઢ જિલ્લાના પોલીસના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધાશે,ત્રણેય પોલીસ અધિકારીઓ આજરોજ ડીજીપી કચેરી ખાતે એક સાદા સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાર્યં ના હસ્‍તે ર્ંઇ-કોપ એવોર્ડ સ્‍મળતિ ચિન્‍હ અને સન્‍માન પત્ર એનાયર્તં કરવામાં આવેલ હતા.

 જૂનાગઢ જિલ્લા પોલીસ ટીમના પી.આઇ. એમ.એમ. વાઢેર, પી.એસ.આઇ. પી.એચ. મશરૂ, પી.એસ.આઇ. એસ.એ.ગઢવી તથા  ની ર્ંઇ-કોપ એવોર્ડ જાન્‍યુઆરી ૨૦૨ર્૩ં માટે પસંદગી કરી, એવોર્ડ એનાયત કરવામાં આવતા, પોલીસ અધિકારીઓને ર્ંજૂનાગઢ રેંજના આઈજી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેર્ટ્ટીં જૂનાગઢ ડીવીઝનના  ડી.વાય.એસ.પી હિતેષ ધાંધલ્‍યા, કેશોદ ડીવીઝનના  ડી.વાય.એસ.પી દ્વારા બી.સી. ઠક્કર, હેડ કવા. ડી.વાય.એસ.પી  એ.એસ.પટણી તેમજ જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ દ્રારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

(1:05 pm IST)