Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

જામકંડોરણામાં હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી

 જામકંડોરણા : હનુમાન જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં બાલાજી હનુમાન, ઇન્‍દીરા નગરમાં હનુમાનજી મંદિર, શ્રી અન્‍નપૂર્ણા માતાજી મંદિરે બિરાજતા હનુમાનજી, કનારીયા હનુમાન મંદિર, રાયડીના પાટીયા હનુમાન મંદિર સહિતના વિવિધ મંદિરોમાં પુજન તથા મહાઆરતી અને બટુક ભોજન, પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતા સવારથી જ હનુમાનજીના મંદિરોમાં ભકતો પૂજન દર્શનનો લ્‍હાવો લઇ રહ્યા હતા.(તસ્‍વીર - અહેવાલ : મનસુખભાઇ બાલધાઃ જામકંડોરણા)

(10:23 am IST)