Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મતદાનની અપીલ કરતાં જસદણનાં દુરૈયાબેન મુસાણી

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ, તા.૨૫: રાજકોટ દાઉદી વ્‍હોરા સમાજ મહીલા ગ્રુપના અને સેવાકીય અગ્રણી દુરૈયાબેન એસ મુસાણીએ આગામી લોકસભાની ચુંટણીમાં અચૂક મતદાન કરવા  અપીલ કરી હતી તેમણે જણાવ્‍યું હતું કે રાજકોટ જીલ્લામાં અમુક વિસ્‍તારોમાં જે મતદાન થવું જોઈએ તે થતું નથી લોકશાહી માટે મતદાન અતિ મહત્‍વનું છે મતદાન માટે કોઈ અડચણ આવે તો ચુંટણી અધિકારીઓ પોલીસ ખડેપગે હોય છે.

લોકસભાની સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ની અન્‍વયે ચૂંટણીઓમાં મતદાન મથકે આવનારા મતદાતાઓ મતદાન માટે જુદા-જુદા ઓળખકાર્ડનો ઉપયોગ કરીને મતદાન કરી શકે છે.

(1:28 pm IST)