Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મોરબી ડુપ્લીકેટ ઇન્જેક્શન કાંડમાં વધુ ચાર આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરાયા

મોરબી પોલીસે ઝડપી લીધેલા ૨૨ પૈકી ૧૮ આરોપીને રિમાન્ડ પર સોપવામાં આવ્યા બાદ જેલહવાલે કરાયા હતા

મોરબીમાં ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન પ્રકરણમાં પોલીસે કુલ ૨૨ ઇસમોને દબોચી લીધા હોય જેમાં અગાઉ ૧૮ આરોપીને રિમાન્ડ બાદ જેલહવાલે કરવામાં આવ્યા બાદ કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયેલ ત્રણ સહીત ચાર આરોપીઓના આજે તા ૨૪ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હોય જે રિમાન્ડ આજે પૂર્ણ થતા ચાર આરોપીઓને  જેલહવાલે કરવામાં આવ્યા છે

મોરબી ડુપ્લીકેટ ઇન્જેક્શન કાંડમાં મોરબી પોલીસે ઝડપી લીધેલા ૨૨ પૈકી ૧૮ આરોપીને રિમાન્ડ પર સોપવામાં આવ્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા હતા તો ઝડપાયેલા ત્રણ આરોપીઓ રાહુલ અશ્વિન લોહાણા રહે મોરબી, મહમદ આશિમ ઉર્ફે મહમદ આશીફ મહમદ અબ્બાસ શેખ રહે અમદાવાદ અને સંજયકુમાર ઈશ્વરભાઈ પટેલ રહે વાપી કોરોના પોઝીટીવ આવતા કોરોનાટાઈન કર્યા બાદ સ્વસ્થ થતા ધરપકડ કરી હતી તે ઉપરાંત અન્ય એક આરોપી જયદેવસિંહ ઝાલા સુરતથી ઝડપાયો હોય

જે ચાર ઇસમોને કોર્ટમાં રજુ કરતા કોર્ટે તા. ૨૪ સુધીના પોલીસ રિમાન્ડ પર સોપ્યા હતા જે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરી ચારેયને જેલહવાલે કરાયા છે તે ઉપરાંત અન્ય એક ઇસમ ઝડપાયો હોય જે કોરોના સંક્રમિત હોવાથી કોરોનટાઈન કરાયો હોવાની માહિતી મળી છે

(9:55 pm IST)