Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ભાવનગર પાસે દંપતિનું મોત

ભાવનગર તા. રપઃ ભાવનગર નજીક સર્જાયેલા વાહન અકસ્‍માતમાં દંપતિનું મોત નિપજયું હતું.

તાલુકાનાં ખડસલીયા ગામે રહેતી ગીતાબેન લવજીભાઇ બારૈયા ઉઉવ. ૩પ તેના પતિ લવજીભાઇ હરજીભાઇ બારૈયા (ઉ.વ. ૩૮) સાથે તજ્ઞસા-રાજપરાથી પિથલપુર બાઇક ઉપર જઇ રહ્યા હતા ત્‍યારે ભડી-ભંડારીયા નજીક મોટર કાર સાથે ધડાકાભેર અથડાતાં પતિ-પત્‍નિને ગંભીર હાલતે હોસ્‍પીટલ ખસેડાયેલ જયાં બન્‍નેનાં કરૂણ મોત નિપજયા હતા. પોલીસે અજાણ્‍યા મોટર સાયકલ વિરૂધ્‍ધ ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી હતી.

ધાબુ પડયું પણ મહિલા બચી ગઇ

વિગતો મુજબ શહેરનાં વિઠ્ઠલવાડી બ્‍લોક નં. ૮પ માં રહેતાં બચુભાઇ ખોડાભાઇ ગોહેલની માલીકીનું મકાનનું ધાબુ ધડકાભેર ધરાશાયી થતાં રૂમમાં રહેલા ગીતાબેન મહેશભાઇ ગોહેલ (ઉ.વ. પ૦) કાટમાળમાં દટાયા હતા. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનાં સ્‍ટાફે દોડી આવી રેસ્‍કયુ હાથ ધરી ગીતાબેનને ભારે જહેમત બાદ જીવીત અને ઇજાગ્રસ્‍ત સાથે બહાર કાઢી હોસ્‍પીટલ ખસેડાયા હતા.

(11:27 am IST)