Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મોરબીની સાધના હોટેલના વેપારીનો આપઘાત

મોરબી,તા.૨૫ : મોરબીના ગ્રીન ચોકમાં આવેલ સાધના હોટેલના વેપારીએ મોરબીના ખાખરાવાળી મેલડી મંદિર નજીક અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે

 મોરબીના ખાખરાવાળી મેલડી માતાજી મંદિર નજીક વેપારીએ આપઘાત કર્યાનો બનાવ -કાશમાં આવ્યો છે મોરબીના ગ્રીન ચોકમાં આવેલ સાધના હોટેલ વાળા સંજયભાઈ કારિયાએ પાણીમાં પડી જઈને આપઘાત કર્યો હોવાની માહિતી પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થઇ છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે તો આપઘાતનું કારણ હજુ અકબંધ છે

કારમાં બીયર સાથે એક ઝડપાયો

 માળિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાના નવા રેલ્વે સ્ટેશન રોડના નાકે અલ્ટ્રો કાર જીજે ૧૦ બીજી ૮૮૫૧ વાળી શંકસ્પદ હાલતમાં જણાતા પોલીસે તેને રોકી તલાસી લેતા તેમાંથી બીયર નંગ-૧૦ કીમત રૂ.૧૦૦૦ તથા અલ્ટ્રો કાર કીમત રૂ.૧,૦૦,૦૦૦ સાથે આરોપી સમીરભાઈ સાઉદીનભાઈ જેડા વેચાણ કરવાના ઈરાદે મળી આવતા તેને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:49 am IST)