Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વાંકાનેરના જાલીડામાં કામ બાબતે માતા-પિતાએ ઠપકો આપતા રાકેશે ઝેર પી લીધું

યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

રાજકોટ તા. રપ :.. વાંકાનેરના જાલીડા ગામ પાસે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ મૂળ રાજપીપળાનો વતની હાલ વાંકાનેરના જાલીડા ગામ પાસે હરેશભાઇની વાડીમાં રહેતા રાકેશ રામાભાઇ વસાવા (ઉ.ર૦) ગઇકાલે વાડીએ હતો. ત્યારે કોઇ ઝેરી દવા પી લેતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તેના કામ બાબતે ઠપકો આપતા લાગી આવતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું પિતાએ જણાવ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:01 pm IST)