Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

વિરમગામ કરકથલ ગામે મુછો રાખવા બાબતે દલિત પરિવાર પર હૂમલો

વઢવાણ,તા. ૨૫: વિરમગામ તાલુકાના કરકથલ ગામ રહેતા દલિત યુવકને ગામના શખ્શે કહેલ કે તુ મોટી મુછો રાખીને ગામમા કેમ ફરે છે તેમ કહી જાતી વિષયક અપમાનીત શબ્દો બોલી એકસંપ થઇ ઘરે આવી લાકડી ધારીયા જેવા મારક હથીયારો ધારણ કરી ફરિયાદી અને તેના ઘરના ઓને આવે ગાળો બોલી ધારીયુ ફરીને માથામા ડાબીબાજુ મારી લોહીની ફુટ કરી તથા આરોપી અન્ય ટોળાના માણસોએ ફરીને બરડામા તથા શરીરે આડેધડ લાકડીઓ મારી મુઢ ઇજાઓ કરી ફરિયાદીની બહેન તરૂણાબેન વચ્ચે છોડાવવા પડતા જમણા હાથે અંગુઠા ઉપર તથા કાડા ઉપર લાકડીઓ મારી ફેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબત ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.

વિરમગામ તાલુકાના કરકથલ ગામે સુરેશ મગનભાઈ વાઘેલા નામના દલિત યુવાનને કોઈ કારણસર કરકથલ ગામમાં જ રહેતો ધમો ઠાકોર નામના શખ્સ સાથે અગાઉ માથાકૂટ થયેલું જે બાબતે દલિત યુવાન ગામ માંથી નીકળતો ત્યારે ધમો ઠાકોર તેને વારંવાર અપશબ્દ બોલતો હતો ત્યારે રવિવારે રાત્રે દલિત યુવાન પર ધમા ઠાકોર નો ફોન આવેલો અને ગામમાં મળવા માટે બોલાવેલ ત્યારે દલિત યુવાન દ્વારા કામ હોય તો કાલે મળીશ એમ કહેતા ધમો ઠાકોર અને અન્ય માણસોનું ટોળું સુરેશ વાઘેલાના ઘરે આવે અને તેને માર મારવા લાગે જે દરમિયાન સુરેશ વાઘેલાની બહેન તરૂણાબેન મગનભાઈ વાઘેલા અને પિતા મગનભાઈ વાઘેલા છોડાવવા માટે વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો અને જાતિ વિષયક અપશબ્દો કહી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હુમલા બાબતે દલિત યુવાનને પૂછતા તેણે મૂછો રાખવા બાબતને લઈને હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.

સુરેશ વાઘેલાને માથામાં ફુટ સાથે ઈજાઓ પહોંચતા અને તેની બહેનને હાથના ભાગે ફેકચર અને તેના પિતાને પણ ઈજાઓ પહોંચતા વિરમગામની ખાનગી શિવહોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ થયેલ જે બાબતે વિરમગામ રૂરલ પોલીસ દ્વારા ફરિયાદી સુરેશ વાઘેલાની ફરિયાદ મુજબ હુમલો કરનાર ઘમાભાઈ નરસિંહભાઈ ઠાકોર, કૌશિકભાઇ પ્રવીણભાઈ વાણંદ પત્રિક પ્રતાપભાઈ ઠાકોર સંજયભાઈ ઠાકોર આનંદ ઠાકોર વિજયભાઈ ભરતભાઈ ઠાકોર સહિત વણ ઓળખાયેલા પાંચ શખ્સો વિરુદ્ઘ હુમલા સહિત જાતિવિષયક અપ શબ્દો અને જાનથી મારી નાખવાની ધમકી બાબત ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(12:01 pm IST)