Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

ગીર સોમનાથ જિલ્લામાં રાહત બચાવની કામગીરી માટે ૬૫૦ ટીમો ઉતારાઇ

કોઇપણ ચીજવસ્તુઓની કાળાબજારી કરાશે તો આકરામાં આકરા પગલા લેવાશેઃ જિલ્લા કલેકટર અજય પ્રકાશ

૩૦ લાખ લોકોને સહાય ચુકવાઇ, ૧૯૫ ગામોમાં વિજળી પૂર્વવંત, વિવિધ સંસ્થાઓના સહયોગથી ફુડ પેકેટ વિતરણ, ૪૨ ગામોમાં ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરાયું

ગીર સોમનાથ જીલ્લામાં રાહત બચાવ તેમજ વિજ પુરવઠો પુર્વવંત થાય તે માટેની યુધ્ધના ધોરણે કામગીરી ચાલી રહેલ છે તેની પત્રકારો સાથેની વાતચીતમાં જણાવેલ અને સ્થળ ઉપરની (તસ્વીરઃ દીપક કક્કડ : વેરાવળ)

(દિપક કક્કડ દ્વારા) વેરાવળઃ ગીર સોમનાથ જીલ્લામાં રાહત બચાવની કામગીરી ૬પ૦ ટીમો ઉતારાઈ છે ઉના શહેરમાં વિજપુરવઠો પુર્વવંત થયો છે મૃત્યુ પામેલા લાભાર્થીઓને સહાય ચુકવાય જશે સ્થળાતંર કરેલા લોકોને ૩૦ લાખથી સહાય ચુકવાય છે ૧૯પ ગામોમાં વિજળી પુર્વવંત કરાઈ છે દરેક ગામોમાં જનરેટર થી અપાય રહેલ છે ૪ર ગામોમાં ટેન્કરો દ્રારા પાણીઅપાયેલ છે તેમ જીલ્લા કલેકટર અજય પ્રકાશે જણાવેલ હતું.

ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશે પત્રકારો સાથે વાતચીતમાં જણાવેલ હતું કે જીલ્લાના છ તાલુકામાં બે તાલુકા ઉના ગીરગઢડામાં સૌથી મોટી અસર થયેલ છે તેમાં યુઘ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે ૬પ૦ ટીમો ઉતારાય છે બન્ને તાલુકાના ગ્રામ્યજનો,શહેરીનજનોને રાહત આપવા માટે તંત્ર સર્વે કામગીરી કરી રહેલછે તેમાં ૬પ ટકા જેટલી કામગીરી પુર્ણ થયેલ છે બન્ને જીલ્લામાં ૯પપ કર્મચારીઓ કામ કરી રહેલ છે તમામ ગામોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું ૪ર ગામોમાં ટેન્કરો શરૂ કરાયેલ છે સેવાભાવી સંસ્થાઓ દ્રારા પ૮૦૦૦ થી વધારે ફુટ પેકેટ રાશન કીટનું વિતરણ કરાયેલ છે પશુ માટે ઘાસચારાની સામાજીક સંસ્થાઓ દ્રારા વ્યવસ્થાકરાયેલ છે દરેક ગામમાં ધાસચારો પહોચાડાયેલ છે ઘરવખરી, મકાન નુકશાન ૬પ ટકા સર્વે પુર્ણ કરાયો છે ખેતી માં ૪૦ ટકા ની કામીગીરી પુર્ણ કરાયેલ છેજીલ્લામાં ૧૪ ના મૃત્યુ થયેલ છે તેમાં ઉના ૧૦, ગીરગઢડા ૩,તાલાલા ૧ તમામના વારસદારને સહાયને મંજુર કરવામાં આવેલ છે તેમાં બે વારસદાર ને ચેક આપી દેવામાં આવ્યા છે ૧ર વારસદાર ને ૪૮ કલાકમાં સહાય ચુકવી દેવામાં આવશે જેમાં રાજય દ્રારા ૪ લાખ કેન્દ્ર દ્રારા બે લાખ કુલ ૬ લાખ ચુકવવામાં આવશે તેમ કલેકટર અજયપ્રકાશે જણાવેલ હતું.

 સ્થળાતંર કરાયેલા ૭ર૦ર લોકોને રોકડ રકમ ચુકવવા ઘરે ઘરે ઝુપડાઓમાં જઈ ૧ર૧ ટીમ દ્રારા અત્યાર સુધી માં પ૦૭૯ લાભાર્થીઓને ર૯.૪પ લાખ રોકડ રકમ ચુકવવામાં આવેલ છે દરીયાકાંઠા માં માચ્છીમારોના નુકશાન માટે ૭ ટીમો કામ કરી રહેલ છે ૧૬૬ બોટોનેનુકશાન થયેલ છે તેમાં પ્રાથમીક જાણકારી મુજબ ૧.૧૬ કરોડની નુકશાની થયેલ હોવાનું જાણવા મળેલ છે ૧૭ર રોડ આંશીક રીતે બંધ હતા તે તમામ રોડ ચાલુ કરી દેવામાં આવેલ છે જે ગામોમાં વિજ પુરવઠો નથી તે તા.૩૦ સુધી માં શરૂ થશે મોટા મોટા જનરેટરો દ્રારા પીવાના પાણી અપાય રહેલ છે મોબાઈલ ટાવરો મોટા ભાગ ના ચાલુ થઈ ગયેલ છે ર૪ લોકોન ઈજાઓ થયેલ છે અત્યાર સુધીમાં પશુ મૃત્યુ ૩૦૦૦ થયેલ હોવાનું સર્વે માં બહાર આવેલ છે કાચા પાકા મકાનો ૯૧પ૧ માં નુકશાની થયેલ હોય તેને રૂ.રપ હજાર ચુકવવામાંઆવશે ખેતી વાડી,બાગાયત આશરે ૪૪ હજાર હેકટર છે તેમાં ૧૮ હજાર નો સર્વે થયેલ છે બાકીની કામગીરી ચાલું છે વનંતત્ર દ્રારા સર્વે કરી ૧૦પ કુટુંબો ને નુકશાન થયેલ છે જેને વળતર માટેની કામગીરી ચાલુ છે.

જીલ્લામાં રાહત બચાવ માટે ૬પ૦ ટીમો કામ કરી રહેલ છે તેમાં પશુ મૃત્યુ માટે ૯૬,ઢોર ના સર્વે માટે ૧ર૦,વીજળી માટે ૮પ, રોકડા રકમ માટે ૧ર૧, ઘરવખરી મકાન માટે ૭,મત્સ્ય ઉદ્યોગ માટે ૭ ટીમો કામગીરી કરી રહેલ છે બહારના જીલ્લામાંથી ૯ર મોટા વાહનો ૧૪૯ કર્મચારીઓ રાજય સરકાર દ્રારા ફાળવવામાં આવેલ છે.

જીલ્લા કલેકટર અજયપ્રકાશે જણાવેલ હતું કે ગીર સોમનાથ જીલ્લામાં સેવાભાવી સંસ્થાઓ સોમનાથ ટ્રસ્ટ,ઉદ્યોગ ગૃહો તેમજ અનેક શહેરોમાંથી રાહત સામગ્રી આવી રહી છે માનવતા મહેકી ઉઠી છે તેને તંત્ર દ્રારા બિરદાવવામાં આવેલ હતી ઉના,ગીરગઢડા તાલુકામાંજનજીવન સામાન્ય થાય આરોગ્ય ની કોઈ મુશ્કેલી ન રહે તે માટે તંત્ર ર૪ કલાક કાર્યરત છે તેમજ કોઈપણ ચીજ વસ્તુની કાળાબજારી કરવામાં આવશે તેમ કલેકટરે જણાવેલ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રૂબરૂ મુલાકાત વખતે લોકોને તાત્કાલીક પાણી રાશન સામગ્રી વિજળી મળે તે માટે સુચના અપાયેલ હતી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા,આર.સી.ફળદુ,સૌરભભાઈ પટેલ,જવાહરભાઈચાવડા,કુવરજી બાવડીયાએ પણ નિરીક્ષણ માટે જીલ્લા તંત્રને રાહત બચાવ માટે માર્ગદર્શન આપેલ હતું.

(1:09 pm IST)