Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

સૌરાષ્ટ્રમા વાવાઝોડાથી થયેલ નુકશાનીને પગલે માલધારી પરિવારોને કેશડોલ ચૂકવો : કોંગ્રેસ અગ્રણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

મોરબી : સૌરાષ્ટ્રમાં વાવાઝોડાને પગલે રબારી, ભરવાડ સહિતના માલધારી પરિવારોને ઘાસચારો, ઘરવખરીનું નુકશાન થયું હોય જેથી માલધારી પરિવારને તાત્કાલિક કેશડોલ ચુકવવા માંગ કરવામાં આવી છે
મોરબી કોંગ્રેસ અને માલધારી અગ્રણી રમેશભાઈ રબારીએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કી તોકતે વાવાઝોડાને અપ્ગલે ગીર, ઉના, અમરેલી, રાજુલા અને જાફરાબાદમાં અનેક માલધારી પરિવારના વિસ્તારમાં તબાહી સર્જાઈ છે માલધારી પરિવાર બેઘર થયા છે મૂંગા પશુઓ માટે ઘાસચારો પણ નથી ઘરવખરી પણ નાશ પામી છે ત્યારે રાજ્ય સરકાર તાત્કાલિક તમામ અસરગ્રસ્ત માલધારીઓને કેશડોલ અને ઘરવખરીને ઘાસચારાણી વ્યવસ્થા કરાવે અને સ્થાનિક કક્ષાએ અધિકારીઓને હુકમ કરાય તેવી માંગ કરી છે ચોમાસા પૂર્વે માલધારી પરિવારોને સહાય મળે તેવી માંગ કરી છે

(10:06 pm IST)