Gujarati News

Gujarati News

News of Tuesday, 25th May 2021

મોરબીના અમરેલી રોડ પરથી યુવાનનો મૃતદેહ મળ્યો :હત્યાની આશંકા સાથે પોલીસે તપાસ ચલાવી

મોરબીના અમરેલી રોડ પરથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ ટીમો દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડી પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે તેમજ બનાવ હત્યાનો હોવાની આશંકા સાથે પોલીસે વધુ તપાસ ચલાવી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના અમરેલી રોડ પર વિસીપરા ગુલાબનગર વિસ્તારના રહેવાસી હિતેશ નરશીભાઈ અખિયાણી (ઉ.વ.૩૦) નામના યુવાનનો મચ્છુ નદી વિસીપરામાં હપ્પુંવાડી પાજ જગ્યા પાસે આજે સવારના સુમારે મૃતદેહ મળી આવ્યો હતો અને મૃતકના શરીર પર ઈજાના નિશાનો જોવા મળતા બનાવ હત્યાનો હોવાની આશંકા સાથે પોલીસ ટીમોએ તપાસ હાથ ધરી છે

(10:55 pm IST)