Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કોરોના સંક્રમણને રોકવા વડિયા વિસ્તારમાં ધનવંતરી રથથી ડોર ટુ ડોર દવા વિતરણ

વડિયાઃ કોરોના મહામારીથી પરેશાનીઅમરેલીના તંત્ર ને જાણે બુલેટ ટ્રેનની ગતિએ કામે લગાડ્યું હોય તેમ રોજ એક નવી કામગીરી ના નામે ફિલ્ડ માં જોવા મળી રહ્યુ છે. વતનપ્રેમી લોકો ના આગમન થી ઉભરાતા અમરેલી જિલ્લા માં કોરોના સંક્રમણના વધતા કેસને રોકવા તંત્ર દ્વવારા ધનવંતરી રથ રૂપી મેડિકલ વાન દ્વવારા વડિયા ગામ માં આખો દિવસ પછાત વિસ્તારો અને સમગ્ર ગામમાં ડોર ટૂ ડોર જય લોકોમાં હોમીયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જેમાં અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વવારાઙ્ગ વડિયા કુંકાવાવ તાલુકા ના આરોગ્ય વિભાગ ના ડોકટર દ્વારા દવા સાથેઙ્ગ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કામગીરીમાં આરોગ્ય વિભાગ ની સાથે વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી,ઉપ સરપંચ છગન ઢોલરીયા, તલાટી રામાણી, સર્કલ વાઘેલા,ધ્રુવ ભાઈઙ્ગ વગેરે પણ પછાત વિસ્તારમાં જય રૂબરૂ મુલાકાત લઇ રોગપ્રતિકારક શકિત વધે તે માટે દવા વિતરણ અને જાગૃતિ માટે કામ કરતા નઝરે પડ્યાા હતા.

(11:48 am IST)