Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

પોરબંદરમાં ૨ સ્થળે જુગાર રમતા ૨ મહિલા સહિત ૮ વ્યકિતઓ અર્ધા લાખની રોકડ સાથે ઝડપાયાં

પોરબંદર,તા.૨૫: શહેરમાં બે સ્થળે પોલીસ દરોડા પાડીને જુગાર રમતા ૨ મહિલા સહિત ૮ વ્યકિતઓને અર્ધાલાખની સાથે પકડી પાડયા હતા.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ પોરબંદર જીલ્લા માંથી દારુ/જુગારની બદી દૂર કરવા માટે આપેલ સુચના અન્વયે તથા પોરબંદર શહેરના ડી.વાય.એસ.પી. શ્રી જે.સી.કોઠીયાના તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.એન.રબારીના માર્ગદર્શનઙ્ગ હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના સર્વલન્સ સ્કવોડના પો.સબ.ઈન્સ. એચ.એન.ચુડાસમા તથા સર્વલન્સ સ્કવોડના માણસો પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ. ભરતસીંહ તથા પો.કોન્સ. વીરેન્દ્રસિંહ ને બાતમીરાહે હકીકત મળેલ કે, છાંયા જમાતખાના પાસે મેઇન રોડ ઉપર રહેતા ભાવનાબેન ભનુભાઇ લીલાભાઇ ભુતીયા પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં પોતાના ફાયદા માટે બહારથી માણસોને બોલાવી પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં પૈસા પાના વડે હાર જીતનો તીનપત્ત્।ી નામનો જુગાર રમી રમાડી નાલ ઉઘરાવી મકાનનો જુગારના અખાડા તરીકે ઉપયોગ કરે છે.

જે આધારે સદર જગ્યાએ રેઇડ કરતા કૂલ ચાર ઇસમો ભાવનાબેન ભનુભાઇ લીલાભાઇ ભુતીયા (ઉવ. ૪૬) રહે. છાંયા જમાતખાના પાસે મંજુબેન અરજનભાઇ નાગાજણભાઇ ઓડેદરા ઉ.વ.૩૫ રહે. જુરીબાગ શેરી નં.૯ હિતેષ નાથાભાઇ ભુતીયા ઉવ.૨૪ રહે. છાંયા સાઢીયાવાડ તથા ધવલ મનોજભાઇ મોઢવાડીયા ઉવ.૨૯ રહે. છાંયા પંચાયતચોકી વિશ્વનાથ મંદીર પાસેનીઙ્ગ ગલીઙ્ગ વાળાને રૂ. ૪૫,૬૨૦ની રોકડ સાથે પકડી પાડેલ છે.

આ કામગીરીમાં કમલાબાગ પોલીસ સ્ટેશન ના પીઆઇ એન.એન.રબારી તથા સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એચ.એન.ચુડાસમા તથા એએસઆઇ વી.એસ.આગઠ, હેડકોન્સ્ટેબલ જે.આર.કટારા તથા બી.કે.ગોહિલ તથા પો.કોન્સ. વિજયભાઇ , ભીમશીભાઇ , કનકસિંહ, વિરેન્દ્રસીંહ , અક્ષયભાઇઙ્ગ વિગેરે પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા. જુગાર રમનારાઓને પકડી પાડ્યા હતા.

બીજા દરોડામાં બીરલા ફેકટરી સામે બાલાજીના દંગામા ગરબીચોકના ઓટલા ઉપર અમુક જાહેરમાં તીન પતીનો જુગાર રમતા હોવાની હકિકત મળેલ હોય જે આધારે રેઇડ કરતા કૂલ ચારફેઝમામદ રસુલભાઇ કટીયા ઉ.વ.૩૦,વિષ્ણુ ઉર્ફે સોનુ રમેશભાઇ સોનવને ઉ.વ.૨૮ , સંજય રામાભાઇ ઓડેદરા ઉ.વ.૨૯ઙ્ગ,યુવરાજ ઉર્ફે અનીલ જીણાભાઇ સાથલીયા ઉ.વ.૧૯ રહે. તમામ બિરલા ફેકટરી સામને રૂ. ૧૦,૩૬૦ રોકડ સાથે પકડી પાડ્યા હતા.

(11:53 am IST)