Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

દ્વારકામાં ધોધમારઃ ખંભાળીયા તાલુકામાં અડધાથી ૧ ઇંચ વરસાદ

દ્વારકા તા. રપ :.. દ્વારકામાં આજે સવારથી ધાબડીયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહયો છે.

દ્વારકામાં બપોરે ૧૧.૩૦ વાગ્યાથી વરસાદે સ્પીડ પકડી છે અને સ્પીડ બ્રેકરો ઉપરથી પાણી વહેવા લાગ્યા છે.

ખંભાળીયા

ખંભાળીયા :.. હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારિયા દ્વાર ગઇકાલે સવારે જ સાંજથી સોમવાર સુધીમાં હળવાથી ૧ થી ૩ ઇંચ વરસાદ પડવાની આગાહી કરી હતી. તે સાચી પડી છે.

ખંભાળીયામાં ગઇકાલે સવારે બપોરે તથા સાંજે હળવા ઝાપટા પડતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. ખંભાળીયા તાલુકાના કેશોદ,ભાડથર, વિંઝવપર વિ. વિસ્તારોમાં અડધાથી પોણો ઇંચ વરસાદ પડયો હતો જયારે તાલુકાના ભાતેલ તથા આસપાસના ગામોમાં અડધાથી એક ઇંચ સુધી વરસાદ પડયો હતો.  આજે સવારે પણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો પણ ઝાપટા પડયા હતાં.

હજુ પણ સોમવાર-મંગળવાર સુધી વરસાદ પડવાની સંભાવના છે.

(12:44 pm IST)