Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

હર્ષદ ગાંધવી ગામની વાડીમાંથી દારૂ પકડાયો

ખંભાળિયા તા.રપ : રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદએ દારૂ-જુગારની ગે.કા.પ્રવૃતિને નાબુદ કરવા એલ.સી.બી.ના પોલીસ ઇન્સ જે.એ.ચાવડાને સુચના કરેલ જે અનુસંધાને એલ.સી.બી.ટીમ કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમીયાન એ.એમ.આઇ. અરવિંદભાઇ નકુમ અજીતભાઇ બારોટ અને હેડ કોન્સ. અરજણભાઇ મારૂને હકીકત મળેલ કે, હર્ષદ ગાંધવી ગામની સીમમાં દારૂનો જથ્થો મંગાવી  એકટીવા મોટર સાઇકલમાં ડીલેવરી આપી છાની છુપી રીતે વેચાણ કરે છે તેવી હકીકત આધારે એકટીવા વાહન રજી. નં. જે.જે.૩૭ એફ.ર૦૯પ સાથે બે ઇસમોને પ્રથમ ઇંગ્લીસ દારૂની બે બોટલો સાથે ઝડપી પાડેલ અને તેઓની પુછપરછ દરમ્યાન હર્ષદ ગાંધવી ગામની સીમ આવેલ વાડીએ મરઘા ઉછેર કેન્દ્રમાંથી દારૂની કુલ બોટલ નંગ-૮૪ કિ. રૂ.૩૩,૬૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂ.૭૦૦૦/- અને એકટીવા મોટર સાઇકલ કિ. રૂ.૩૦,૦૦૦/- મળી કુલ રૂ.૭૦,૬૦૦/- ના મુદમાલ સાથે કલ્યાણપુર પોલીસ સ્ટેશન ગુન્હો રેકર્ડ કરાવી આગળની તપાસ અર્થે સોપી આપેલ છે ફરારી બે ઇસમોને પકડવા એલ.સી.બી.ટીમ દ્વારા તપાસના ચક્રોગતીમાન કરેલ છે.ફરારી બે ઇસમોને પકડવા એલ.સી.બી.ટીમ દ્વારા તપાસના ચક્રોગતીમાન કરેલ છે.

આરોપીઓઃ (૧) ફારૂકભાઇ દાઉદભાઇ વસા હજામ ઉ.૩૭ રહે. હાલ હર્ષદ ગાંધવી મરઘી કેન્દ્ર વાળાની વાડી (ર) ધનજીભાઇ ઉર્ફે ધનો સામજીભાઇ પરમાર દલવાડી ઉ.ર૪ રહે. જોધપુર ઉપાધ્યાય (૩) (ફરારી) આરીફભાઇ હાસમભાઇ વસા રહે હર્ષદ ગાંધવી ગામ,(૪) (ફરારી) મહેમુદ ઉર્ફે મેમલો નુરમામદ બાલાગામીયા રહે. દ્વારકા છે.

આ કામગીરીમાં પો.સ.ઇ. વી.એમ.ઝાલા રામશીભાઇ ભોચીયા, બીપીનભાઇ જોગલ, સજુભા જાડેજા, કેશુરભાઇ ભાટીયા દેવસીભાઇ ગોજીયા, વિપુલભાઇ ડાંગર, નરસીભાઇ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમાં હેડ કોન્સ મસરીભાઇ આહીર, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઇ ચાવડા, બલભદ્રસિંહ ગોહીલ બોઘાભાઇ કેશરીયા, મહેન્દ્રસિંંહ જાડેજા, હસમુખભાઇ કટારા પોલીસ કોન્સ. વિશ્વદીપસિંહ જાડેજા જોડાયા હતા.(

(12:45 pm IST)