Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

દ્વારકાના ટુંપણી અને ખંભાળીયાના મોટા આસોટામાં જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી : ૧૧ ઝબ્બે

ખંભાળીયા, તા.રપ : દ્વારકા જિલ્લામાં શ્રાવણીયા જુગાર પર સતત પાંચમાં દિવસે પોલીસના દરોડામાં કુલ ૧૧ શખ્સોને રોકડ ૧૦૦૮૦ મત્તા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.

વિગત મુજબ ખંભાળીયાના નાના આસોટા ગામે રહેતો દેવશી ખીમા ખુટી પોતાના કબ્જા ભોગવટાના વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે જિલ્લા એલસીબી પીઆઇ જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા રેઇડ કરવામાં આવતા જુગાર રમી પૈસાની હારજીત કરતા મયુર સુમાત લગારીયા રહે. વિરપર તા. કલ્યાણપુર, મંગા ભીખા સંધીયા રહે. મોટા આસોટા, માલદે ભાયા ચાવડા, રહે. વડત્રા, ભાયા કરશન આંબલીયા રહે. વડત્રા તથા વાડી માલિક દેવશી ખીમા ખુટી સહિત તમામને રોકડ પ૩,ર૦૦ તથા મોબાઇલ નંગ ૩ મળી કુલ રૂ. ૬૮ર૦૦ની મતા સાથે એલસીબીએ ઝડપી લઇ આગળની કાર્યવાહી કરી હતી.

બીજા દરોડામાં દ્વારકાના ટુંપણી ગામની સીમમાં રહેતો સવદાસ આલસુર વસરા પોતાની વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપતીનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે દ્વારકા પોલીસે દરોડો પાડતા રહેણાંક મકાનમાં જુગાર રમતા દેસુર મેરામણ પોપણીયા રહે. ટુંપણી, પીઠા દેવરાજ વસરા રહે. રીઝપર તા.લાલપુર, પંુજા રાજશી ગોધમ રહે. ટુંપણી, કારૂ સીદા માડમ રહે. ટુંપણી, ધનરાજ દેવશી ઠાકર રહે. ખતુંબા તથા વાડી માલિક સવદાસ આલસુર વસરા સહિત તમામને રોકડ ૩૧,૧૦૦ મોબાઇલ નંગ-ર મળી કુલ રૂ. ૩ર,૬૦૦ની મત્તા સાથે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે. બે દરોડામાં કુલ ૧૧ શખ્સોને ઝડપી લઇ કુલ રૂ. ૧૦૦૮૦૦ની મતા સાથે ઝડપી લીધા હતાં.

દારૂ ઝડપાયો

દ્વારકાના રેવતા પાડો શિંધવા શેરીમાં રહેતો અને રીક્ષા ચલાવતો મોહસીન અજીજ બાલાગામીયા (ઉ.રર)નો શખ્સ પોતાના રહેણાંક મકાને વિદેશી દારૂ વેંચાણ અર્થે રાખ્યો હોવાની બાતમીના આધારે પોલીસે મકાનની તલાશી લેતા ઘરમાંથી ૩૧ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો, મોબાઇલ ફોન એક મળી કુલ રૂ.૧પ,૪૦૦નો મુદામાલ કબ્જે કરી શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

(2:42 pm IST)