Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

ત્રણ વર્ષથી ઘરે આવતો મુંબઇના કલીનરે ૧૪ વર્ષની કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યોઃ અમરેલીની ચકચારી ઘટના

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૨૫: સંસકાર નગરી અમરેલીમાં ૧૪ વર્ષની સગીરા ઉપર ગેંગરેપ અને બ્લુ ફિલ્મોને ટપી જાય તેવા કાળા કામો કરવાના બનાવના આરોપીઓ હજુ જેલમાં જ છે ત્યારે શહેરમાં ખળભળાટ મચાવતો વધુ એક કિસ્સો બહાર આવવા પામ્યો છે અને આંગણે આવનાર દરેકને શંકા કરવા પ્રેરે તેવા આ ધૃણાસ્પદ બનાવ અંગે અમરેલી સીટી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અમરેલીના કેરીયા રોડ ઉપર રહેતી ૧૪ વર્ષની એક સગીરાના ઘેર તેમનો પરીચીત અને કાબરીયા ટ્રાવેલર્સમાં કંડકટરની તરીકે નોકરી કરતો કમલેશ ઉર્ફે બોમ્બે ભગવાન ચિત્રોડા ઉ.વ.૩૦ રહે. ધારાવી મુંબઇ ર૦૧૭ એટલે કે છેલ્લા ૩ વર્ષથી આવતો જતો હતો અને તે વખતે ૧૧ વર્ષની આ બાળાને અગાસી ઉપર લઇ જઇ તેની સાથે બ્લુ ફિલ્મોની તમામ હરકતો કરી અને તેણીની મોબાઇલમાં કલીપ પણ લીધી હતી અને જો કોઇને વાત કરીશ તો તારા પરીવારને મારી નાખીશ તેવી ધમકી આપી અને બળાત્કાર કરી આ કિશોરીને ૩ વર્ષથી પીંખતો હતો. આખરે પરીવારને આ ઘટનાની જાણ થઇ જતા શહેર પોલીસમાં કમલેશ ઉર્ફે બોમ્બે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ચોંકી ઉઠેલા પોલીસ તંત્રએ પણ તેની સામે ગુનો દાખલ કરી અને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. પરીચીત વ્યકિત ઘેર આવે ત્યારે તેને ઘરના સભ્યની જેમ જ આવકાર આપી રાખવાની પરંપરા કાઠીયાવાડની છે કાઠીયાવાડના વિશ્વાસ ઉપર ઘાત કરનારા આવા હવસખોરની જાહેરમાં સરભરા થવી જોઇએ અને તેને સમાજમાં ઉઘાડા પાડવા જોઇએ તેવી લાગણી પણ પ્રવર્તી રહી છે.

(2:48 pm IST)