Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

તરણેતરનો મેળો પણ રદ

સુરેન્દ્રનગર જીલ્લાના જગપ્રસિધ્ધ મેળાને 'કોરોના'નું ગ્રહણ લાગતા લાખો રૂપિયાની નુકશાની થશે

વઢવાણ,તા. ૨૫: શ્રાવણ મહિનો તેમજ ભાદરવા મહિનામાં અંદર સૌરાષ્ટમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વઢવાણ, સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાનગઢ, તરણેતરના મેળા થતા હોય છે. શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી ના મેળાનું અનેરું મહત્ત્વ હોય છે.ઙ્ગઙ્ગ

ચાર દિવસ યોજાતા આ મેળામાં ફરવા માટે બહારથી મોટી સંખ્યામાં અહીયા આવતા હોય છે. જયારે આ મેળા થકી લોકોને સારી એવી આવક પણ થતી હોય છે. સાથે આ મેળાનું આયોજન જે તે વિસ્તારમાં આવેલ નગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે.

જેનાથી નગરપાલિકાને પણ સારી આવક થતી હોય છે. ત્યારે આ વખતે કોરોનાના કારણે જિલ્લામાં એક પણ મેળા નહિ થઈ શકે તે માટે જિલ્લા કલેકટર દ્વારા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે જિલ્લામાં યોજાતા આ મેળામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને મેળા ની મજા માણતા હોય છે.

ત્યારે આ વર્ષે કોરોના ના પગલે આવા જિલ્લા ના પ્રખ્યાત મેળાઓ માં તરણેતર નો મેળો અને જિલ્લા માં યોજાતા ગ્રામ્ય વિસ્તારના મેળા ને કોરોના ગ્રહણ નડશે.જેના પગલે મેળા ધારકો ને પણ અને જિલ્લાની નગરપાલિકાઓ અને પણ લાખો રૂપિયાની આવક આ વર્ષે મેળા નહીં યોજાવાના કારણે નહીં મળે ત્યારે જિલ્લાની જનતા પણ આ મેળાનો લાભ કોરોના ના પગલે નહીં મેળવી શકે.

(3:54 pm IST)