Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

કોરોના વિસ્ફોટમાં કચ્છ અટવાયું, આજે ૧૯ કેસ સાથે કુલ આંકડો 443

જાણીતા તબીબ, કંડલા પોર્ટના અધિકારીઓને કોરોના, ગાંધીધામ, ભુજ, અંજારમાં વધુ કેસોથી ફફડાટ

ભુજ : કચ્છમાં હવે દરરોજ કોરોનાના કેસ જે રોકેટ ગતિએ વધી રહ્યા છે, તે જોતાં લાગે છે કે કચ્છ કોરોનાના ભરડામાં બરાબર અટવાઈ ગયું છે. આજે નવા 19 કેસ સહિત કુલ દર્દીઓની સંખ્યા ઉછળીને 443 ઉપર પહોંચી છે. આજના કેસોમાં ગાંધીધામમાં ૭, ભુજમાં ૬, અંજારમાં ૪, નખત્રાણા, માંડવી ૧-૧ કેસ નોંધાયા છે. કચ્છના ત્રણ મોટા શહેરો ગાંધીધામ, ભુજ અને અંજારમાં કેસ વધુ આવતા હોઈ લોકોમાં ફફડાટ છે. કંડલા પોર્ટના બે અધિકારીઓ રાચેલ એલેકઝાન્ડર અને મુકેશ વાસુને કોરોના ડિટેકટ થતાં કંડલા પોર્ટ કચેરીમાં સોંપો પડી ગયો છે. તો, કચ્છના જાણીતા તબીબ ડો. હર્ષદ ઉદ્દેશી (માંડવી)ને કોરોના પોઝિટિવ આવ્યો છે. ભુજના નાયબ મામલતદાર પ્રવીણ સોલંકી ગઈકાલે પોઝિટિવ જાહેર થયા પછી આજે તેમના પત્ની અને પુત્રને કોરોના પણ કોરોના આવતા સરકારી વસાહતમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આજ સુધીના આંકડાઓ એક્ટિવ કેસ ૧૭૧, સાજા થયેલા ૨૪૮, મૃત્યુ પામેલા ૨૪ અને કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૪૪૩ થઈ છે

(8:51 pm IST)