Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગિરનાર પર મા અંબા - દત્તાત્રેય ભગવાનના દર્શન કરતા ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંત

 

જૂનાગઢ તા. ૨૫ :  ગોવાના મુખ્યમંત્રી ડો. પ્રમોદ સાવંતે આજે ગિરનાર પર મા અંબાના પુજા દર્શન, આરતી અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરી ધન્યતા અનુભવવા સાથે સૌના કલ્યાણની પ્રાર્થના કરી હતી. મા અંબાના દર્શન બાદ મુખ્યમંત્રી પગપાળા ભગવાન દત્તાત્રેયના દર્શનનો લાભ લીધો હતો. તેમણે ગિરનાર દર્શન, રોપ-વે ની સફર સાથે હરિયાળી ચાદર ઓઢેલા ગિરનાર પર પ્રકૃતિ દર્શનનો પણ નજારો માણ્યો હતો. મુખ્યમંત્રીએ કમંડળ કુંડ ખાતે પણ દર્શનનો લાભ લીધો હતો.

મા અંબાના દર્શન બાદ પ્રચાર માધ્યમો સાથે સંવાદ સાધતા મુખ્યમંત્રીશ્રીએ કહયુ કે હૂં આ પહેલા પણ ગિરનાર આવ્યો છુ. ત્યારે પગપાળા ૧૦ હજાર જેટલા પગથીયા ચડીને માતાજી અને ભગવાન દત્ત્।ાત્રેયના દર્શન કર્યા હતા. ત્યારે મારે ૧૨ કલાક જેટલો સયમ થયો હતો. આજે રાજય સરકાર દ્રવારા ઉષાબ્રેકોના માધ્યમથી ઉભી કરાયેલ રોપ-વે સુવિધાનો લાભ મળ્યો છે. આથી ૪ કલાક જેટલો જ સમય થયો છે. પ્રવાસીઓ યાત્રીકો માટે ગિરનાર પર સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે અહિં આવતા પ્રવાસીઓ યાત્રીકો સહિત આપણા સૌની ગિરનાર ક્ષેત્રની પવિત્રતા જાળવવા સાથે પ્રદૂષણ મુકત રાખવાની જવાબદારી બને છે.

ગિરનાર રોપ-વે ને આજે ૧ વર્ષ પણ પુરૂ થાય છે. ૧ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા જૂનાગઢવાસીઓને રોપ-વે ની ભેટ આપવામાં આવી હતી. ગોવાના મુખ્યમંત્રીશ્રીએ ગિરનાર પરના વિવિધ ઐતિહાસિક સ્થળો, ગિરનાર સાથે જોડાયેલ ઐતિહાસિક તથ્યો, ગિરિ પર્વત પરની વન સંપદા, અહીંની પ્રવાસન સુવિધા સહિતની બાબતોની તલસ્પર્શી વિગતો મેળવી હતી.અહિં તેમણે ઊપસ્થિત યાત્રાળુઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. મુખ્યમંત્રીશ્રી ને રોપ-વે ખાતે ઉષા બ્રેકોના રિજીયન હેડ દિપક કપલીશ તથા રેસિડેન્ટ મેનેજર જી.એમ.પટેલે આવકાર્યા હતા. ગોવાના મુખ્યમંત્રીશ્રીની ગિરનાર મુલાકાત પ્રસંગે  નાયબ જિલ્લા વિકાસ અધિકારી અંગત મંડોત, નાયબ કલેકટર તુષાર જોષી, નાયબ પોલીસ અધિક્ષક હેડ કવાટર શ્રી ડામોર, નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજા, મામલતદાર અંટાળા સહિત સાથે જોડાયા હતા.

(1:13 pm IST)