Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

જુનાગઢમાં પૂ. હરિપ્રસાદસ્વામી મહારાજના દિવ્ય અસ્થિ પુષ્પનું નારાયણ ઘરો ખાતે સંતો અને હરિભકતો તેમજ મેયર મ્યુ. કમિશનર, નરસિંહ મહેતા યુનિ. કુલપતિ સહિતનાની ઉપસ્થિતીમાં વિસર્જન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : જુનાગઢ નારાયણ ધરા ખાતે આજે સવારે બ્રહ્મ સ્વરૂપ ગુરૂ હરિ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય અસ્થિત પુષ્ય વિર્સજનનો કાર્યક્રમ આજે સવારે ૧૦ થી ૧ર કલાકે યોજાયો હતો. જેમાં સંતો અને હરિભકતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

આ ગુણાતીતાનંદ સ્વામીજીને / તપસ્યાની ધરતી છે. અહીં સતત ૪૦ જેટલા વરસો સુધી ગુણાતીતાનંદ સ્વામીજીએ એક ધાર્યો જ્ઞાનગંગાનો પ્રવાહ વહાવી સહુને તરબોળ કર્યા.. અને ભગવાનશ્રી સ્વામિનારાયણ સાથે સતત આત્મિક સંબંધ બંધાયા કરે તેવું ભાથું પીરસ્યું.

ત્યારબાદ સંતવર્ય પ.પૂં. પ્રેમસ્વરૂપ સ્વામીજીએ પણ સદ્ ગુણાતીતાનંદ સ્વામીજીનું મહિમાગાન કરતા જણાવ્યું કે યુગો સુધી એમને પીરસેવું જ્ઞાન 'ગુણાતીતસ્વામીની વાતો' સ્વરૂપે સદેવ દરેક સાધકોને સર્ચલાઇટ બનીને ભગવાન તરફ યાત્રા કરતા રહેવાનો માર્ગ બતાવવી રહેશે.

સાથે તેઓશ્રીએ ગુરૂહરિ પ.પૂ.હરિપ્રસાદ સ્વાીજી સાથેની 'નારાયણ ધરો'ની દિવ્ય સ્મૃતિનું દર્શન પણ કરાવ્યું. આ ઉત્સવ પ્રસંગે જૂનાગઢ જીલ્લાના તથા મહાનગરના સહું વડીલ મુરબ્બીશ્રી ઉપસ્થિત રહ્યા.

મહાનગરના કમીશનર શ્રી રાજેશ તન્ના, મહાનગરના મેયર શ્રી ધીરૂભાઇ ગોહીલ, શ્રી ડો. ડી.પી. ચિખલીયા, શ્રી સંજયભાઇ કોરડીયા, શ્રી શૈલેષભાઇ દવે, શ્રી વિનુભાઇ અમીપરા, શ્રી કાળુભાઇ મહાડાગર, શ્રી હિમાંશુભાઇ પંડ્યા ડે.મેયર, શ્રી પુનીત શર્મા, શ્રી રાકેશભાઇ ધુલેસિયા, સ્ટે. ચેરમેન, શ્રી બળવંતભાઇ ધામી, શ્રી ચેતનભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે આ મહામંગલકારી દિવ્ય સ્મૃતિ ઉત્સવની પૂર્ણાહુતિમાં બ્રહ્મસ્વરૂપ ગુરૂહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીશ્રીના દિવ્ય અસ્થિ પુષ્પોને 'નારાયણ ધરો'માં સમર્પિત કરી. સ્વામિનારયણ મહામંત્રનો જાય કરીને સહુ સંતો-ભકતો પોતાના ગંતવ્ય સ્થાન તરફ પ્રસાદ લઇને પધાર્યા હતા. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(1:31 pm IST)