Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

ભાવનગર શહેર કોંગ્રેસ ખેડૂત વિરોધી બીલની હોળી કરી : તરસમીયાના ગ્રામજનોના પાણી પ્રશ્ને માટલા ફોડી વિરોધ વ્યકત કર્યો

ભાવનગર : મહાનગરપાલિકામાં છેલ્લા પાંચેક વર્ષથી ભળેલા તરસમીયા ગામનાં લોકોને પ્રાથમીક સુવિધાઓ મળતી નથી. છેલ્લા બારેક દિવસથી પીવાનું પાણી પણ નહિ મળતા ગ્રામજનોમાં રોષ વ્યાપી ગયો છે. આ અંગે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા તરસમીયા ગામે માટલા ફોડી વિરોધ કરાયો હતો. ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકારે ખેડૂત વિરોધી કૃષિ બીલ પસાર કર્યું છે. તેનું ખેડૂતો દ્વારા દેશવ્યાબી આંદોલન ચલાવવામાં આવે છે. જેના ભાગરૂપે તરસમીયા ગામે કૃષિ બીલની હોળી કરવામાં આવી હતી અને કોંગ્રેસ વિરોધ પ્રદર્શિત કરેલ. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતી -રીતી સામે સુત્રોચ્ચાર કરાયા હતા. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ પ્રકાર વાઘાણી, ભાવ. મ્યુનિ. વિપક્ષના નેતા જયદિપસિંહ ગોહિલ, કોંગ્રેસના પૂર્વ નગરસેવકો પદાધિકારીઓ, હોદેદારો, કોંગ્રેસના જુદા જુદા સંગઠનનાં આગેવાન કાર્યકરો, ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા. પોલીસે કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી ભરતનગર પોલીસ સ્ટેશનને લઇ ગયા હતા.

(11:46 am IST)